Entertainment

પવન કલ્યાણની ‘ઉસ્તાદ ભગત સિંહ’ સાઉથમાં જ રિલીઝ થવા છતાં ‘Dhurandhar 2’ને આપી રહી છે ટક્કર!

રણવીર સિંહની મોટી હિટ ફિલ્મ ‘ધુરંધર 2’ આખા દેશમાં ચર્ચાનો વિષય બની છે, આ ફિલ્મની રિલીઝ થવાની તારીખ આસપાસ આવતી અન્ય ફિલ્મોએ પોતાની રિલીઝ ડેટ આગળ-પાછળ કરી દીઘી છે, પરંતુ દક્ષિણમાં સુપરસ્ટાર પવન કલ્યાણની ઉસ્તાદ ભગત સિંહ’ એ રણવીરને 19 તારીખે જ પોતાની ફિલ્મને રિલીઝ કરી પોતાને ફેન્સને ખુશ કઉશ કરી દીધા હતા,જોકે આ ફિલ્મ ફક્ત દક્ષિણ ભારતમાં રિલીઝ થઈ હતી, છતાં પહેલા દિવસે જ તેણે 31.50 કરોડની કમાણી કરી હતી અને રણવીર સિંધને બરાબરની ટક્કર આપી હતી. પવન કલ્યાણના આ શાનદાર પ્રદર્શનના કારણે ‘ધુરંધર 2’ તેલુગુ બજારમાં માત્ર 2.12 કરોડનો જ વકરો થયો છે. એક રિપોર્ટ મુજબ, ‘ઉસ્તાદ ભગત સિંહ’ માત્ર તેલુગુ સિનેમામાં 4,607 શોમાં 31.50 કરોડની કમાણી કરી છે, જ્યારે કુલ કમાણી 37.17 કરોડ થઈ છે. જો પવન કલ્યાણ આ બજારમાં ન હોત, તો ‘ધુરંધર 2’ની કમાણી વધુ વધી શકી હોત. ફિલ્મનું બજેટ 150 કરોડ હતું અને હરિ શંકર દ્વારા દિગ્દર્શિત, ‘ઉસ્તાદ ભગત સિંહ’ને પ્રારંભથી જ દર્શકોનો મજબૂત પ્રતિસાદ મળ્યો છે.

પવન કલ્યાણના ચાહકો હંમેશા તેમની સાથે રહે છે. નિર્માતાઓએ પણ કહ્યું કે તેઓ ફિલ્મ ફક્ત તેલુગુમાં જ રિલીઝ કરી રહ્યા છે, છતાં રણવીર સિંહની ફિલ્મને તેઓએ બરાબરની ટક્કર આપી છે. રણવીર સિંહની ફિલ્મે ભારતમાં શરૂઆતના દિવસમાં 102 કરોડથી વધુ કમાણી કરી છે, જ્યારે પેઇડ પ્રીવ્યૂમાં તે 43 કરોડ મેળવ્યા હતા. ફિલ્મના મોટા રેકોર્ડોને જોઈને, ઘણા મોટા સ્ટાર્સે પોતાની ફિલ્મો મુલતવી રાખી હતી. પવન કલ્યાણ એકમાત્ર એ સ્ટાર છે જેમણે પોતાની ફિલ્મની રિલીઝ તારીખ 19 માર્ચથી પાછળ કરી ન હતી અને એમના ચાહકોએ એમને અપાર પ્રેમ આપી એમને નારાજ પણ કર્યા ન હતા.

Most Popular

To Top