પટના: પટનામાં (Patna) નેપાળી નગરમાં બનેલા ગેરકાયદેસર 70 મકાનોને તોડવા પ્રશાસનની ટીમ (Team) ત્યાં પહોંચી છે. ટીમ એક સાથે અનેક બુલડોઝર (Bulldozer) સાથે ત્યાં પહોંચી છે. લોકોએ ઘર તોડવા આવેલી પોલીસનો ઉગ્ર વિરોધ કર્યો છે. પોલીસે વિરોધ કરી રહેલા લોકોને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલનો (Tear gas shell) ઉપયોગ કર્યો હતો. પોલીસ (Police) પર એક સાથે અનેક બાજુથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે ટોળાને વિખેરી નાખ્યું હતું.
- મોટી સંખ્યામાં લોકોએ તેમનો આક્રમક વિરોધ શરૂ કર્યો
- પરિસ્થિતી કાબૂમાં ન આવતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા
- પથ્થરમારાની ઘટનામાં સિટી એસપી ઘાયલ થયા, પથ્થરમારાના કારણે તેનું માથું ફાટી ગયું
- કેટલાક લોકોએ સિટી એસપીના ઘરની બહાર સિલિન્ડર ફેંકીને આગ લગાવી દીધી
- નોટિસ બાદ પણ મકાનો ખાલી કરાયા ન હતા
- નેપાળી નગરની આ જમીન હાઉસિંગ બોર્ડ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને તેના પર બનેલા મકાનોને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા હતા
નેપાળી નગરમાં બુલડોઝર દ્વારા કરવામાં આવેલ ગેરકાયદેસર પાકા બાંધકામ તોડી પાડવાની વચ્ચે રોષે ભરાયેલા લોકોએ આ ટીમ પર હુમલો કર્યો હતો. જે બાદ સ્થિતિ તંગ બની હતી. મોટી સંખ્યામાં લોકોએ તેમનો આક્રમક વિરોધ શરૂ કર્યો. આ દરમિયાન પ્રશાસને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પરિસ્થિતી કાબૂમાં ન આવતા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. પથ્થરમારાની ઘટનામાં સિટી એસપી ઘાયલ થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, પથ્થરમારાના કારણે તેનું માથું ફાટી ગયું છે. બીજી તરફ કેટલાક લોકોએ તેમના ઘરની બહાર સિલિન્ડર ફેંકીને આગ લગાવી દીધી હતી, જેથી પોલીસને ત્યાં પહોંચતા રોકી શકાય.
નોટિસ બાદ પણ મકાનો ખાલી કરાયા ન હતા
થોડા દિવસો પહેલા સદર સર્કલ ઓફિસર દ્વારા અહીં રહેતા લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી. સીઓએ ત્રણ સુનાવણી બાદ પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે નેપાળી નગરની આ જમીન હાઉસિંગ બોર્ડ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી અને તેના પર બનેલા મકાનોને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યા હતા. નોટિસ બાદ પણ લોકોએ તેમના ઘર ખાલી કર્યા ન હતા, ત્યારબાદ રવિવારે પોલીસ પ્રશાસનની ટીમ ભારે લાશ્કરો સાથે મકાનો ખાલી કરવા પહોંચી હતી.