નવી દિલ્હી: પટનામાં રાજકારણમાં ગરમાટો આવ્યો છે. બિહારના સીએમ નીતીશ કુમારે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીના નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે તેમને જે કરવું હોય તે કરવું જોઈએ. આ સાથે ભાજપના નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે તેમની પાસે બુદ્ધિ નથી. તેઓએ કહ્યું કોણ રોકે છે? આ બધા લોકો જે બોલે છે તેનો કોઈ અર્થ છે, શું આપણે ક્યારેય આવું બોલીએ છીએ. જે આવા શબ્દો વાપરે તો સમજવું કે બુદ્ધિ નથી. તમે જે ઈચ્છો તે કરો. તમારે જે જોઈએ છે તે કરો. આજકાલનાં લોકોને બિલકુલ બુદ્ધિ નથી. આદરણીય અટલ બિહારી વાજપેયીના અમે મોટા ચાહક રહ્યાં છે.
બીજી તરફ મમતા બેનર્જી સાથેની મુલાકાતને લઈને નીતિશે કહ્યું કે આ બધી વાતો હવે પૂછવા જેવી નથી. જ્યારે આપણે બધું કરી લઈશું ત્યારે આપણે આ અંગે ચર્ચા કરીશું. અમે તમામ વિપક્ષી દળોને એકજૂથ કરવામાં વ્યસ્ત છીએ અને અમારા માટે અમને કંઈ જોઈતું નથી. મારી કોઈ અંગત ઈચ્છા નથી. હું દેશના હિતમાં વિચારી રહ્યો છું. આજકાલ જે કંઈ પણ થઈ રહ્યું છે, લોકો આખા દેશનો ઈતિહાસ બદલવામાં લાગેલા છે અને અમે ઈચ્છીએ છીએ કે દેશ સુરક્ષિત રહે અને આઝાદીની લડાઈ નવી પેઢીને ખબર પડે. જો કે, એવા કેટલાક લોકો છે જેઓ બધું બદલવા માંગે છે. જ્યારે અમે લોકો સાથે રહીશું તો દેશ સુરક્ષિત રહેશે અને અમે આ માટે કામ કરી રહ્યા છીએ, અમારી કોઈ અંગત ઈચ્છા નથી. નીતિશ કુમારે કહ્યું કે વિપક્ષી એકતા અંગે ઘણા લોકો સાથે વાતચીત કરવામાં આવી છે અને જ્યારે બધું થઈ જશે ત્યારે અમે તમને જણાવીશું.
ભાજપના પ્રદેશ અધ્યક્ષે ગત શનિવારે પટનામાં કહ્યું હતું કે નીતિશ કુમાર સૌથી મોટા પલટનાર નેતા છે. તેમણે વધુમાં કહ્યું કે નીતીશ કુમાર ભાજપના ધારાસભ્યોના ખભા પર ચડીને 5 વખત મુખ્યમંત્રી બન્યા, પરંતુ તેમણે ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દગો આપવાનું કામ કર્યું છે. પીએમ મોદીએ નીતિશ કુમાર પર ભરોસો કર્યો હતો, જ્યારે બિહારની જનતાએ નીતિશ કુમારને નકારી દીધા હતા, તેમ છતાં પીએમ મોદીએ પોતાનું વચન નિભાવ્યું અને નીતિશ કુમારને બિહારના મુખ્યમંત્રી બનાવ્યા. પરંતુ જો હવે નીતીશ પલટી મારી ગયા છે. તેમણે વધારમાં કહ્યું 2024 અને 2025ની ચૂંટણીમાં નીતિશને રાજકીય રીતે માટીમાં ભેળવી દેવામાં આવશે.