Gujarat

ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ

ગાંધીનગર: ગુજરાત (Gujarat) વિધાનસભાની ચુંટણી (Election) માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હાલમાં બુથની અંદર ઉભેલા લોકોને જ વોટીંગ કરવા દેવામાં આવશે. ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન પ્રક્રિયા યોજાઈ હતી. મતદારોમાં મતદાન કરવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. યુવા મતદારોની સાથે સાથે વૃદ્ધ મતદારોએ પણ જોશ સાથે મતદાન કર્યું હતું. 3 વાગ્યા સુધીમાં 48.48% મતદાન નોંધાયું છે. સૌથી વધુ તાપી જીલ્લામાં 63.98% જ્યારે સૌથી ઓછું જામનગરમાં 42.44% નોંધાયું છે. જ્યારે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 34.48 % મતદાન નોંધાયું છે. સૌથી ઓછું મતદાન દેવભૂમિ દ્વારકામાં માત્ર 19% નોંધાયું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં તાપી જિલ્લાની નિઝર બેઠક પર 46.77 % જ્યારે વ્યારા બેઠક પર 45.81 % મતદાન નોંધાયું છે. 177 વાંસદા વિધાનસભા બેઠક પર 42.67 % મતદાન નોંધાયું છે. બપોર થતા જ મતદાન ધીમું પડ્યું છે.

સુરતમાં મતદારોનો મુડ સારો
સુરત: સુરતમાં સારું મતદાન રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 47.15 ટકા મતદાન થયું છે. સૌથી વધુ માંડવી વિધાનસભાની બેઠક પર 61.01 ટકા મતદાન થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન લિંબાયત વિધાનસભા વિસ્તારમાં 40.79 ટકા મતદાન રહ્યું છે. પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી ઓલપાડની બેઠક પર 49 ટકા, કામરેજ પર 47.84 ટકા, વરાછા રોડ પર 45.20 ટકા, કતારગામ બેઠક પર 46.79 ટકા મતદાન રહ્યું છે. આશ્ચર્યજનક રીતે ભાજપના પ્રદેશ પ્રમુખ જે વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે તે લિંબાયત વિધાનસભા બેઠક પર ઓછું મતદાન થતાં ભાજપના કાર્યકરોમાં દોડધામ મચી ગઈ હતી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં 42 ટકા જ મતદાન
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. મતદાન કરવા પાટીદારો સુસ્ત દેખાયા હતા. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ 50.57 ટકા મતદાન થયું છે. જેના કારને ઉમદવારોની ઊંઘ ઉડી ગઈ છે. જામ જોધપુરનાં ધ્રાફા ગામમાં મતદારોએ ચુંટણીનો બહિષ્કાર કર્યો છે. ગામમાં મહિલા મતદારો માટે અલગ બૂથ ઉભું કરવામાં આવતું હતું. પરંતુ આ ચૂંટણીમાં અલગ બૂથની વ્યવસ્થા ન થતા ગ્રામજનો નારાજ થઇ ગયા હતા. જેના કારણે મતદાનનો બહિષ્કાર કર્યો હતો. બપોરે બે વાગ્યા સુધીમાં ગામમાં એકપણ મત પડ્યો નથી.

બપોરે 3 વાગ્યા સુધીનાં મતદાનના આંકડા

અમરેલી: 44.45%
ભરૂચ: 52.47
ભાવનગર: 45.96%
બોટાદ: 43.47%
ડાંગઃ 58.55%
દ્વારકા: 46.54%
ગીર સોમનાથ: 50.82%
જામનગર: 42.44%
જૂનાગઢ: 46.17%
કચ્છ: 45.81%
મોરબી : 53.86%
નર્મદાઃ 63.95%
નવસારી: 54.79%
પોરબંદર: 42.95%
રાજકોટ: 46.70%
સુરત: 47.24%
સુરેન્દ્રનગર: 48.61%
તાપી: 63.98%
વલસાડ: 53.61%

બીલીમોરાની પીટીટ લાઇબ્રેરીમાં ચાર વખત ઇવીએમ મશીન ખોટકાયું
બીલીમોરા 1.ધી જહાંગીર બમનજી પીટીટ લાયબ્રેરી બુથ નં 105 બિલીમોરા 16 માં ચાર વખત ઇવીએમ ખોટકાતા મતદાતાઓ પરેશાન થઈ ગયા હતા. સવારથી રાબેતા મુજબ ધીમી ગતિથી મતદાન શરૂ થયું હતું પણ બીલીમોરા ની પીટીટ લાઇબ્રેરી ખાતે ઇવીએમ મશીન ચાર વખત ખોટકાટા મતદારો પરેશાન થઈ ગયા હતા. જોકે ચાર વખત ઇવીએમ મશીન ખોટકા ને કારણે અંદાજિત 30 થી 40 મિનિટ વેડફાઈ ગઈ હતી. અંતે સ્પેર ઈવીએમ મશીન બદલી નાખતા મતદારોએ પોતાનું મતદાન કરવાનું ફરી શરૂ કર્યું હતું.

બપોરે 1 વાગ્યા સુધીનાં મતદાનના આંકડા

અમરેલી: 32.1%
ભરૂચ: 35.98%
ભાવનગર: 32.74%
બોટાદ: 30.26%
ડાંગઃ 46.22%
દ્વારકા: 33.89%
ગીર સોમનાથ: 35.99%
જામનગર: 30.34%
જૂનાગઢ: 32.96%
કચ્છ: 33.44%
મોરબી : 38.61%
નર્મદાઃ 46.13%
નવસારી: 39.20%
પોરબંદર: 30.20%
રાજકોટ: 32.88%
સુરત: 33.10%
સુરેન્દ્રનગર: 34.18%
તાપી: 46.35%
વલસાડ: 38.08%

સમગ્ર ગુજરાતમાં પ્રથમ તબકકાનાં મતદાનમાં 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19 ટકા મતદાન નોંધાયું હતું. 8:00 થી 10:00 વાગ્યા સુધીના 2 કલાકમાં સરેરાશ 9 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. પ્રથમ 1 કલાકમાં સૌથી વધુ મતદાન ડાંગ જીલ્લામાં 7.76% મતદાન નોંધાયું છે. તો સૌથી ઓછું પોરબંદરમાં 3.92% મતદાન નોંધાયું છે.

રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બબાલ
રીબડામાં અનિરુદ્ધસિંહની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. અનિરુદ્ધસિંહ જાડેજાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરે છે. રીબડામાં 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા નથી. ગોંડલમાં જયરાજસિંહ મતદાન મથકમાં ઇન્ટરવ્યૂ આપે છે. રીબડામાં મીડિયાને દૂર રાખવામાં આવે છે.

તાપી જિલ્લામાં સવારના 8 થી 11 વાગ્યા સુધી 26.47 ટકા મતદાન
વ્યારા: આજે પ્રથમ તબક્કાના મતદાનમાં તાપી જિલ્લામાં સવારથી મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેમાં જિલ્લામાં સવારના 8 થી 11 વાગ્યા સુધી કુલ 133864 મતદાન એટલે કે 26.47 ટકા મતદાન નોંધાયું છે. 171 – વ્યારા (અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં કુલ-30805 પુરુષ અને કુલ-26325 મહિલાઓ, અન્ય 3 મળી કુલ-57133 મતદારો મળી 25.61 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે 172-નિઝર(અ.જ.જા) વિધાનસભા મતવિસ્તારમાં કુલ-38256 પુરુષ અને કુલ-38475 મહિલાઓ મળી કુલ-76731 મતદારો મળી 27.15 ટકા મતદાન નોંધાયું છે. 173 -ડાંગ (S.T.) વિધાનસભા મતદાર વિભાગમા સવારે 8:00 થી 12:30 વાગ્યા દરમિયાન જિલ્લાનુ સરેરાશ 30.15 % મતદાન નોંધાયુ છે.

પરેશ ધાનાણી ગેસ સિલિન્ડર સાથે મતદાન કરવા પહોંચ્યા
ગુજરાતમાં પહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. ત્યારે આ વચ્ચે અમરેલી સીટના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી (Paresh Dhanani)સાયકલ પાછળ ગેસ સિલિન્ડર બાંધીને મતદાન કરવા માટે પહોંચ્યા હતા. તેઓએ પોતાની દીકરી અને પરિવાર સાથે સાયકલની પાછળ ગેસ સિલિન્ડર બાંધીને મતદાન કરવા પહોંચ્યા હતા. સાથે જ ગેસ સિલિન્ડરનાં ભાવ વધારાનો વિરોધ કર્યો હતો. જેમાં તેઓનો પરિવાર પણ જોડાયો હતો.

સી.આર પાટીલ મતદાન કરી ગાંધીનગર રવાના
ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મતદાન કર્યું હતું. મતદાન કર્યા બાદ તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે. જ્યાંથી તેઓ સતત રાજ્યની રાજકીય સ્થિતિ અને મતદાનનો તાગ મેળવશે.

આપ પાર્ટીનાં ઉમેદવારનો પણ વિરોધ
પરેશ ધાનાણીની જેમ આમ આદમી પાર્ટીના ઉમેદવાર પણ ગેસના સિલિન્ડર સાથે મતદાન કરવા પહોંચતા વાયરલ થયા છે. રાજકોટ પશ્ચિમ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર દિનેશ જોશી મતદાન કરવા પહોંચ્યા હતા. તેઓ સાયકલ પર ગેસ સિલિન્ડર અને તેલનો ડબ્બો બાંધી મતદાન કરવા પહોંચ્યા હતા. જેમાં તેઓએ મોંઘવારીનો વિરોધ દર્શાવ્યો હતો.

પ્રથમ તબક્કાનાં મતદાનમાં 2.39 કરોડ મતદારો
ગુજરાતમાં પ્રથમ તબક્કામાં કુલ 89 સીટો પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. આ 89 બેઠકો પૈકી 14 બેઠક આદિવાસી અને દલિત માટે અનામત છે. જ્યારે 2 કરોડ 39 લાખ 76 હજાર 670 મતદારો છે. જેમાંથી 1 કરોડ 24 લાખ 33 હજાર 362 પુરૂષ મતદારો અને 1 કરોડ 15 લાખ 42 હજાર 811 મહિલા મતદારો છે. તેમજ 497 થર્ડ જેન્ડરના મતદારો છે. પહેલા તબક્કાના મતદાન માટે 25,430 બૂથ છે. જેમાંથી 15,416 બૂથ ગ્રામ્યમાં અને 9,014 બૂથ શહેરી વિસ્તારમાં છે.

Most Popular

To Top