National

પશ્ચિમ બંગાળ: ડ્રગ્સના કેસમાં પોલીસ તપાસ ઝડપી થઇ, ભાજપ નેતા પામેલા બાદ સ્વીટીની ધરપકડ

પશ્ચિમ બંગાળ(west Bengal)માં એક તરફ રાજકારણ(politics)માં ઘમાસાણ ચાલી રહ્યું છે, બીજેપી (bjp vs tmc) ટીએમસી બન્ને પક્ષ વચ્ચે ખરખાખરીનો જંગ જામ્યો છે, ત્યાં હવે ચૂંટણી પહેલા ડ્રગ્સ (drugs) કેસે પણ મોટી ચર્ચા જગાવી છે, જેમાં બીજેપીના નેતા(bjp leader)ની સંડોવણી પોતે જ એક મોટા સમાચાર થઇ પડે છે. હાલ ચર્ચામા આવેલા ડ્રગ્સ કેસમાં રાજ્ય પોલીસ ઝડપથી તપાસ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા પામેલા ગોસ્વામી(pamela goswami)ની ધરપકડ બાદ પોલીસે તેની કાર્યવાહી તીવ્ર બનાવી દીધી છે અને આ સંબંધમાં સોમવારે પોલીસે પ્રિયંકા ઉર્ફ સ્વીટીની ધરપકડ કરી હતી. 

પોલીસના જણાવ્યા અનુસાર સ્વીટી પણ ડ્રગના કેસમાં સામેલ છે. મંગળવારે પોલીસ સ્વીટીને કોર્ટમાં રજૂ કરશે અને કસ્ટડીમાં લેશે. પોલીસે જણાવ્યું હતું કે સ્વીટીની ન્યૂ ટાઉનથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે સ્વીટી ડ્રગના કેસમાં સંબંધિત છે. તેમણે કહ્યું કે આ મહિલા ભાજપના નેતા રાકેશ સિંહ માટે કામ કરતી હતી. તેની ઉંમર 25-26 વર્ષની છે. કોલકાતા પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મહિલા કથિત રૂપે નશીલા પદાર્થોના દાણચોર પાસેથી કોકેન ખરીદી રહી હતી.

તેમણે કહ્યું, ‘અમે ન્યૂ અલીપુરમાં માદક પદાર્થ જપ્તી કેસમાં એક મહિલાની ધરપકડ કરી છે. અધિકારી રાકેશસિંહે મહિલાને માદક દ્રવ્યોના તસ્કરો પાસેથી કોકેન ખરીદવાની જવાબદારી સોંપી હતી. “તે ગ્રામ દીઠ 9,500 રૂપિયામાં કોકેન ખરીદતી હતી અને રાકેશસિંહને આપતી હતી, અધિકારીએ જણાવ્યું હતું. તે અન્ય ગેંગ તસ્કરો સાથે પણ શામેલ હતી કે કેમ તે અમે શોધી રહ્યા છીએ. અમે મહિલાની ન્યુ ટાઉનમાં તેના નિવાસસ્થાનથી ધરપકડ કરી.

મહિલા વિરુદ્ધ નશીલા પદાર્થો નિયંત્રણ સંબંધિત એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ગત મહિને ભાજપના નેતા પામેલા ગોસ્વામી અને તેના મિત્ર પ્રવીર કુમાર ડે અને અંગત સુરક્ષા રક્ષક સોમનાથ ચેટર્જીની સાથે દક્ષિણ કોલકાતાના ન્યૂ અલીપુર વિસ્તારમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ગોસ્વામીની કારમાંથી કથિત 90 ગ્રામ કોકેઇન હોવાનું જણાવ્યું હતું.

તેમના નિવેદનના આધારે, ભાજપ રાજ્ય સમિતિના સભ્ય રાકેશ સિંહ અને તેમની સાથે આવેલા અન્ય એક વ્યક્તિને પૂર્વ બર્ધમાન જિલ્લાના ગલાસીથી ધરપકડ કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે ઓરફનગંજ રોડ વિસ્તારના રાકેશના નજીકના સાથીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top