પલસાણા: પલસાણા (Palsana) તાલુકાના ચલથાણ ગામે પાસે ને.હા.48 પર મુંબઈ તરફથી શનિવારે મોડી સાંજે એક થ્રિવ્હીલ ટેમ્પો (Three wheel tempo) આવી ચલથાણ(Chalthan) ગામમાં ઉભેલા ટેમ્પા પાછળ અથડાઈને (Accident) પલટી ગયો હતો સ્થાનિકો (Locals) ટેમ્પો સીધો કર્યો હતો ત્યારબાદ સ્થાનિકોએ ટેમ્પા પાછળ જોયું તો વિદેશી દારૂની (liquor)પેટીઓ હતી. જોતજોતામાં ટોળું ભેગું થઈ ગયું કેટલાક સ્થનિકો વિદેશી દારૂની બોટલો લૂટી ગયા હતા.
પોલીસે ટેમ્પામાંથી વિદેશી દારૂની બોટલો કબ્જે કરી
ઘટનાની જાણ કડોદરા પોલીસ ઇન્સ્પેકટર એચ.બી.ગોહિલને થતા પોલીસની એક ટુકડી ઘટના સ્થળે મોકલી હતી. પોલીસે ટેમ્પામાં રહેલો 107 નંગ વિદેશી દારૂની બોટલ 25,775/-તેમજ તેમજ મોબાઈલ ફોન અને ટેમ્પો મળી કુલ 76,625/-નો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પા ચાલક પ્રેમસિંગ રામસિંગ પાલ (રહે.316, પ્રિયંકા મેટ્રોસિટી, ગોડાદરા સુરત શહેર)ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
જોખા ગામના મહિલા સરપંચનો ભાઈ ફરી વિદેશી દારૂ સાથે પકડાયો
કામરેજ તાલુકામાં પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે જોખા ગામની સીમમાં ઉત્સવ ફાર્મની પાછળ શેરડીના ખેતરમાં જોખા ગામના સરપંચ સુનિતા ગામીતનો ભાઈ અને લીસ્ટેડ બુટલેગર મનોજ ઉર્ફે કાલુ શીવાભાઈ ગામીત વિદેશી દારૂનો જથ્થો ઉતારીને મોપેડ પર કાર્ટીંગ કરે છે. જે બાતમીના આધારે સુરત જિલ્લા એલસીબી ટીમે રેડ કરતા પુના ખાલપ રાઠવા પકડી રાખી તપાસ કરતા ફાર્મ હાઉસની પાછળ ખેતરમાં કાળા રંગની પ્લાસ્ટિકની કોથળીમાં વિદેશી દારૂની બોટલનો જથ્થો મળ્યો હતો.
સુરતના વરાછામાં કેટલીક દારૂની પેટી પહોંચાડવાની હતી
દારૂનો જથ્થો સેલવાસનો સુજિત સ્વીફટ કારમાં આપી ગયો હતો. આ જથ્થો ભાણેજ અનિલ જગદીશ ગામીત અને આશીષ જગદીશ ગામીતે ભેગા મળીને ખેતરમાં છુટો છુટો સંતાડયો હતો. આ જથ્થામાંથી 7 પેટી દારૂનો જથ્થો વરાછા ખાતે રહેતા ઉત્તમને આપવાનો હતો. બાકી છુટકથી વેચાણ કરવાનો હોવાનુ જણાવતા પ્રોહિબિશન એકટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુમાં આ અગાઉ પણ મનોજ ઉર્ફે કાલુની બહેન સરંપચ બન્યા બાદ ત્રીજી વાર દારૂના જથ્થા સાથે પકડાયો છે.
બારડોલીના મોતાથી વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
બારડોલીના તાલુકાના મોતા ગામની સીમમાં શ્રી શાંતારામ ભટ્ટ હાઈસ્કૂલની બાજુમાં તળાવ પાસે કામરેજ તરફ જતા રોડ પર ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે બારડોલી ગ્રામ્ય પોલીસે છાપો મારતા સ્થળ પરથી ટેમ્પો ચાલક નાસી છૂટ્યો હતો. પોલીસે સ્થળ પર જઈ ટેમ્પોમાં તપાસ કરતાં દારૂની 1860 બોટલ મળી હતી જેની કુલ કિંમત રૂ. 1, 42, 800 હોવાનું પોલીસે જણાવ્યું હતું. દારૂ ઉપરાંત 2 લાખની કિંમતનો ટેમ્પો મળી કુલ 3, 42, 800 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.