પલસાણા: પલસાણાના (Palsana) કણાવ ગામે ખેતરમાંથી (Farm) એક મહિલા (Women) ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. હત્યાના ઇરાદે મહિલાને ગળાના તથા પેટના ભાગે ઇજા પહોંચાડવાની ઘટનામાં મહિલાના પ્રેમીની પલસાણા પોલીસે (Police) એલસીબીની મદદથી ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. ઇજાગ્રસ્ત મહિલાને ત્વરિત સુરત સિવિલ હોસ્પિટલમાં (Surat Civil Hospital) ખસેડવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પલસાણાના કણાવ ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી એક મહિલા લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. જેણે કમલેશ વાઘેલા નામના ઈસમને જાણ કરી હતી કે, મને મારી નાંખવા પ્રયાસ કરાયો છે. કમલેશભાઈએ પલસાણા પોલીસનો સંપર્ક કરતાં પોલીસે મહિલાને ત્વરિત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી હતી. સમગ્ર ઘટના બાબતે તપાસ દરમિયાન સુરત શહેરમાં રહેતા ઈશ્વર ભગવાન પટેલે અગમ્ય કારણસર મહિલાને જાનથી મારી નાંખવાના ઇરાદે તીક્ષ્ણ હથિયાર વડે ગળા તેમજ પેટના ભાગે ઇજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું હતું. હત્યાના પ્રયાસની ઘટના સામે આવતાં ગ્રામ્ય પોલીસ પણ હરકતમાં આવી હતી. પલસાણા પોલીસે ઈશ્વર ભગવાન પટેલની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી હતી. મહિલા ઉપર કયાં કારણસર હત્યાનો પ્રયાસ કર્યો એ બાબતે હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
વાયર કાપવાની કટર વડે હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો
સૂત્રોના જણાવ્યા અનુસાર પરિણીત મહિલા અને ઈશ્વર બંને પલસાણા તરફ ફરવા આવ્યાં હતાં અને કણાવ ગામે શેરડીના ખેતરમાં પહોંચ્યાં હતાં. જ્યાં બંને વચ્ચે કોઈક વાતને લઈ ઝઘડો થતાં ઈશ્વર ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી વાયર કાપવાની કટરથી મહિલાના ગળા તેમજ પેટના ભાગે ગંભીર ઇજા પહોંચાડી ભાગી છૂટ્યો હતો. જો કે, પોલીસે તેને ગણતરીના સમયમાં જ પકડી લીધો હતો.
ટેલરિંગનું કામ કરતી વેળા મહિલા ઈશ્વર સાથે સંપર્કમાં આવી હતી
ભોગ બનનાર પરિણીત મહિલા આરોપી ઈશ્વરની દીકરી સાથે ટેલરિંગનું કામ કરતી હતી. એ દરમિયાન પરિણીત મહિલાનો સંપર્ક ઈશ્વર સાથે થયો હતો. ઈશ્વરની પત્નીનું મૃત્યુ થવાથી તે એકલો હતો. જેથી ભોગ બનનાર મહિલા પાંડે અને ઈશ્વર નજીક આવ્યાં હતાં અને ગતરોજ ફરવા નીકળ્યા બાદ કોઈ બાબતે ઝઘડો થતાં મહિલાની ઉશ્કેરાયને હત્યા કરવાની કોશિશ કરી હતી અને પોલીસની પકડમાં આવી ગયો હતો.