Gujarat

પાલનપુરમાં ટ્રક ડ્રાઈવરનો સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવ્યો અને ટ્રક હોટલમાં ઘૂસી ગઈ

પાલનપુર: રાજસ્થાન (Rajasthan) તરફથી આવતી એક ટ્રકે (Truck) ગઇકાલે રાત્રે પાલનપુરમાં (Palanpur) RTO ચાર રસ્તા પાસે બે કારને (Car) અડફેટે લીધી હતી. ત્યારબાદ ટ્રક હોટલમાં (Hotel) ઘૂસી ગઇ હતી. ઘટના એટલી ગંભીર હતી કે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યું (Dead) થયું હતું. જ્યારે બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. તમામને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. મળતી માહિતી મુજબ ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા સવેરા હોટેલ બહાર પાર્ક કરેલી બે કારોનો કચ્ચરઘાણ વળી ગયો. આ ઉપરાંત ટ્રક દિવાલ તોડી હોટલમાં ઘૂસી ગઇ હતી. જેથી હોટલને પણ ઘણું નુકસાન થયું છે.

  • પાલનપુરના સવેરા હોટેલમાં આડેધડ ઘૂસી ટ્રક
  • એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત અને બે લોકોને ઇજાઓ પહોંચી
  • બે કારો પણ અકસ્માતની ભોગ બની

આ સંપૂર્ણ અકસ્માત હોટલ નજીકના સીસીટીવી કેમરામાં કેદ થઇ ગઇ હતી. જેમાં સ્પષ્ટ રીતે દેખાય છે કે હોટલની બહાર બે કારો ઉભેલી છે. આ દરમિયાન હવાની ગતિએ ઝડપે આવેલી ટ્રક આ બંને કારોને અડફેટે લીધા બાદ પણ અટકતી નથી. તેમજ હોટલમાં ધડાકાભેર ઘૂસી જાય છે. આ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું. બે લોકોને પણ ઇજાઓ પહોંચી છે. જેમને તરત જ 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ દુર્ઘટનામાં હોટલનું પણ મોટુ નુકસાન થયુ છે. મહત્વની વાત એ છે કે આ પહેલાં પણ આ હોટલમાં બે વખત ટ્રક ઘૂસ્યાની ઘટનાઓ સામે આવેલી છે.

બનાસકાંઠા જિલ્લા અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ગઈકાલે પાલનપુર-આબુ હાઇવે પર આવેલા બાલારામ બ્રિજ પર બટાકા ભરેલું ટ્રેક્ટર અને સિમેન્ટ ભરેલા કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જે અકસ્માતનો ટ્રાફિક નિયંત્રણ કરતા બીજો અકસ્માત થયો હતો. જેમાં પણ એક વ્યક્તિને ઇજાઓ પહોંચી હતી.

Most Popular

To Top