સુરત શહેરમાં નશા સામે ઝીરો ટોલરન્સનો સંદેશ,સુરત શહેરમાં નશાખોરી સામે પાલ પોલીસ સ્ટેશન દ્વારા એક મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે.NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરતાં પાલ પોલીસે પ્રતિબંધિત પદાર્થ સાથે બે પેડલરોને ઝડપી પાડ્યા છે.
પોલીસના આ ઓપરેશનથી નશાના ગેરકાયદેસર વેપારમાં સંડોવાયેલા તત્વોમાં હડકંપ મચી ગયો છે. કેટલાક વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે નશીલા પદાર્થોની હેરફેર કરી રહ્યા હોય જેવી બાતમી મળી હતી જેના આધારે પોલીસે વોચ ગોઠવી ને શંકાસ્પદ વ્યક્તિઓને રોકી તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન તેમની પાસેથી પ્રતિબંધિત પદાર્થ મળી આવતા તરત જ બંને આરોપીઓને કાયદેસર રીતે કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
સમગ્ર મામલે પાલ પોલીસે જણાવ્યું હતું કે પરમીટ વગર પોશ ડોડા સાથે બે આરોપીઓ ઝડપાયા છે,સાથે જ ₹45 હજારથી વધુના મુદ્દામાલ સાથે NDPS હેઠળ ગુનો નોંધાયો છે,તેઓ પરમીટ વિના ગેરકાયદેસર રીતે નશાયુક્ત પ્રતિબંધિત પોશ ડોડા (પોપીસ્ટ્રો)નો ઝીણો ભુક્કો રાખી વેચાણ માટે ફરતા હતા,આરોપીઓ પાસેથી કુલ 1.767 કિલોગ્રામ પોશ ડોડાનો જથ્થો કબજે કરવામાં આવ્યો,જેની અંદાજિત કિંમત રૂપિયા 26,505 ગણાય છે.તપાસ દરમિયાન આરોપીઓ પાસે થી મોબાઇલ ફોન નંગ-2 પણ જપ્ત કરવામાં આવ્યા,જેમની કુલ કિંમત રૂપિયા 19,000 થાય છે.આમ, કુલ મળીને રૂપિયા 45,505ના મુદ્દામાલ સાથે બંને ઇસમો પોલીસના હાથે ચઢ્યા છે.

હાલ પોલીસે બંને આરોપીઓ સામે Narcotic Drugs and Psychotropic Substances Act (NDPS) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક પૂછપરછમાં વધુ સપ્લાય ચેઇન અને સંડોવાયેલા અન્ય શખ્સોની માહિતી મેળવવા તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.જો કે આ કાર્યવાહીથી વિસ્તારમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર કરતા તત્વોમાં ચકચાર મચી ગઈ છે.આ કેસમાં પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.સાથે જ આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે, જેનાથી નશાના નેટવર્ક અંગે વધુ માહિતી મેળવવામાં મદદ મળી શકે,પોલીસ હવે આ મામલે સપ્લાય ચેઇન અને અન્ય સંડોવાયેલા લોકો સુધી પહોંચવા માટે ની દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.
પાલ પોલીસ સ્ટેશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરત શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને વપરાશ સામે સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. યુવાનોને નશાની લતથી દૂર રાખવા માટે કડક કાર્યવાહી સાથે જાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવે છે.આ કામગીરીમાં સામેલ પોલીસ અધિકારીઓ અને સ્ટાફની સતર્કતા અને ઝડપભરી કાર્યવાહીથી એક મોટો ગુનો બનતા અટકાવવામાં સફળતા મળી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા આવનારા દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે નશા સંબંધિત કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ નજરે ચડે તો તરત જ પોલીસને જાણ કરે, જેથી સમાજને નશામુક્ત બનાવવાની દિશામાં સંયુક્ત પ્રયાસ સફળ બની શકે.