NEWSFLASH

​પાકિસ્તાના રક્ષા મંત્રી ખ્વાજા આસિફનો ઇઝરાયેલ પર બળાપો

‘ઇઝરાયેલ એક કેન્સર છે, નેતન્યાહુ નરકમાં જશે’, ઇઝરાયેલનો જડબાતોડ જવાબ

​મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને ઇઝરાયેલ દ્વારા લેબનોન તેમજ હમાસ પર કરવામાં આવી રહેલા હુમલાઓ વચ્ચે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફના એક વિવાદાસ્પદ નિવેદને આંતરરાષ્ટ્રીય સ્તરે ગરમાવો લાવી દીધો છે. ખ્વાજા આસિફે ઇઝરાયેલને વિશ્વ માટે “કેન્સર” ગણાવ્યું છે અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ માટે અત્યંત કઠોર શબ્દોનો પ્રયોગ કરતા કહ્યું છે કે તેઓ “નરકમાં બળશે.”

ખ્વાજા આસિફનું વિવાદાસ્પદ નિવેદન: પાકિસ્તાની રક્ષા મંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની ભડાસ કાઢતા લખ્યું કે, ઇઝરાયેલ માનવતા માટે ખતરો છે અને તે મધ્ય પૂર્વમાં જે રીતે નિર્દોષ નાગરિકોની હત્યા કરી રહ્યું છે તે અક્ષમ્ય છે. તેમણે ગાઝા અને લેબનોનમાં ચાલી રહેલા સૈન્ય અભિયાનોની સખત નિંદા કરી હતી. આસિફે નેતન્યાહુને સીધો નિશાન બનાવતા કહ્યું કે, ઇતિહાસ તેમને એક ક્રૂર શાસક તરીકે યાદ રાખશે જેણે લોહીની નદીઓ વહાવી છે.

ઇઝરાયેલનો વળતો પ્રહાર: ખ્વાજા આસિફના આ નિવેદન બાદ ઇઝરાયેલ તરફથી પણ આકરો જવાબ આપવામાં આવ્યો છે. ઇઝરાયેલના પ્રતિનિધિઓએ પાકિસ્તાનને અરીસો બતાવતા કહ્યું કે, જે દેશ પોતે આતંકવાદનું કેન્દ્ર રહ્યો છે અને જ્યાં લઘુમતીઓના અધિકારો સુરક્ષિત નથી, તેણે લોકશાહી દેશોને નૈતિકતાના પાઠ ભણાવવાની જરૂર નથી. ઇઝરાયેલે સ્પષ્ટ કર્યું કે તેઓ પોતાના નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જશે અને આતંકવાદી સંગઠનો (હિઝબુલ્લાહ અને હમાસ) નો નાશ કરવાનું ચાલુ રાખશે.

નોંધનીય છે કે હાલમાં ઇઝરાયેલ, લેબનોન, ઈરાન અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. અમેરિકા ઇઝરાયેલને સમર્થન આપી રહ્યું છે, જ્યારે પાકિસ્તાન જેવા ઇસ્લામિક દેશો ઈરાન અને પેલેસ્ટાઇનના પક્ષમાં નિવેદનબાજી કરી રહ્યા છે. ખ્વાજા આસિફના આ નિવેદનથી પાકિસ્તાન અને ઇઝરાયેલ વચ્ચેના રાજદ્વારી સંબંધો,જે પહેલેથી જ તણાવપૂર્ણ છે,લેબનોન અને ગાઝા પર ઇઝરાયેલના હુમલાને લઈને રોષ.

ઇઝરાયેલે પાકિસ્તાનને આતંકવાદના મુદ્દે ઘેર્યું. : આ વિવાદ વધુ વણસે તેવી શક્યતા છે, કારણ કે પાકિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચ પર ઇઝરાયેલ વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યું છે, જ્યારે ઇઝરાયેલ તેને પોતાના અસ્તિત્વની લડાઈ ગણાવી રહ્યું છે.

Most Popular

To Top