World

પાકિસ્તાનનો કાબુલ પર એર એટેક,તાલિબાન સરકારનો કાઉન્ટર ફાયર

કાબુલમાં રવિવારે સવારથી જ યુદ્ધ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રાજધાની Kabulમાં પહેલા જોરદાર વિસ્ફોટ અને ત્યારબાદ સતત ગોળીબારના અવાજો સંભળાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. સ્થાનિક મીડિયા અને આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સ મુજબ અફઘાન દળોએ પાકિસ્તાની વિમાનોને નિશાન બનાવી એન્ટી-એરક્રાફ્ટ ફાયર શરૂ કર્યું હતું.

અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના પ્રવક્તા Zabihullah Mujahidએ જણાવ્યું કે કાબુલના આકાશમાં દેખાયેલા પાકિસ્તાની એરક્રાફ્ટ સામે અફઘાન સુરક્ષા દળોએ કાર્યવાહી કરી હતી. તેમના અનુસાર આ ઘટના તાજી ઘૂસણખોરીને રોકવા માટેની કાર્યવાહીનો ભાગ હતી.

છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદ પર તણાવ વધતો રહ્યો હતો, પરંતુ 26 ફેબ્રુઆરી પછી પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ. અહેવાલો અનુસાર અફઘાનિસ્તાન તરફથી સરહદી વિસ્તારોમાં હુમલાની શરૂઆત થતાં પાકિસ્તાને જમીન અને હવામાંથી પ્રતિકાર કર્યો. ત્યારબાદ બંને દેશો વચ્ચે અથડામણો વધતી ગઈ.

પાકિસ્તાનના રક્ષા પ્રધાન Khawaja Asifએ અગાઉ જાહેર કર્યું હતું કે અફઘાનિસ્તાન સાથેની પરિસ્થિતિ હવે “ઓપન વોર” જેવી બની ગઈ છે. પાકિસ્તાને કાબુલ અને કંદહાર સહિતના મહત્વના શહેરો પર બોમ્બિંગ કર્યાનું સ્વીકાર્યું હતું. આ પગલાંને લઈને સમગ્ર ક્ષેત્રમાં ચિંતા વધી છે.

આ દરમિયાન પાકિસ્તાનના એક મંત્રીએ સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અટકળોને નકારી કાઢી છે. તેમના જણાવ્યા મુજબ અફઘાન તાલિબાન સામેનું ઓપરેશન હજુ પણ ચાલુ છે. સુરક્ષા કારણોસર પાકિસ્તાની વાયુસેના અને ડ્રોન સંબંધિત માહિતી જાહેરમાં શેર કરવાનું થોડા સમય માટે રોકવામાં આવ્યું છે.

આ ઘટનાઓ પછી સમગ્ર વિસ્તારમાં તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. નિષ્ણાતો માનતા છે કે જો બંને દેશો વચ્ચે તાત્કાલિક રાજનૈતિક વાતચીત શરૂ નહીં થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. હાલ વિશ્વભરના દેશો આ વધતા સંઘર્ષ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

Most Popular

To Top