પાકિસ્તાન(Pakistan): પાકિસ્તાની સાંસદ આમિર લિયાકત(Amir Liaqat)નું કરાચી(Karachi)માં નિધન(Death) થયું છે. તે કરાચીમાં તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. આશંકા છે કે તેમનું મૃત્યુ કાર્ડિયાક અરેસ્ટથી થયું હતું. આમિર લિયાકત હાલમાં જ તેની બીજી પત્નીથી છૂટાછેડા અને ત્રીજા લગ્નને લઈને ચર્ચામાં આવ્યા હતા.
આ જ વર્ષે તેને ત્રીજા લગ્ન કર્યા હતા
આમિર લિયાકતની ઉંમર માત્ર 49 વર્ષની હતી. તેમનો જન્મ 1972માં કરાચીમાં થયો હતો. આમિર લિયાકતના ત્રણ લગ્ન હતા. તેણે 2018માં બીજા લગ્ન તૌબા અનવર સાથે કર્યા હતા. ત્યારપછી તેની સાથે છૂટાછેડા લીધા બાદ તેણે વર્ષ 2022માં જ તેનાથી 31 વર્ષ નાની દાનિયા શાહ સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નના થોડા દિવસો બાદ જ 18 વર્ષની દાનિયાએ તેની પાસેથી છૂટાછેડાની માંગ કરી હતી.
દર્દથી પીડાતા નોકરને બુમો પાડી તો બેભાન હાલતમાં મળ્યા
બુધવાર રાતથી તેની તબિયત ખરાબ હતી, પરંતુ તેણે હોસ્પિટલ જવાનો ઇનકાર કર્યો હતો. આ પછી જ્યારે તેણે પીડાથી બૂમો પાડી તો તેનો નોકર પહોંચી ગયો. પણ દરવાજો બંધ હતો. દરવાજો તોડીને જોયું તો તે રૂમમાં બેભાન અવસ્થામાં પડેલો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેનું મોત થઈ ગયું હતું.
આમિરનો ન્યુડ વિડીયો લીક
હાલમાં જ આમિર લિયાકતનો ન્યૂડ વીડિયો લીક થયો હતો. આ વીડિયો આમિરના બેડરૂમનો હતો જેમાં તે આઈસ ડ્રગ્સ લેતો જોવા મળ્યા હતા. આમીરે તેના ન્યુડ વિડીયો વાયરલ મામલે ત્રીજી પત્ની પર ભડાશ ઉતારી હતી. આમિરની ત્રીજી પત્ની દાનિયા મલિક તેની ઉંમર કરતાં અડધી છે અને તેણે તાજેતરમાં જ છૂટાછેડા માટે અરજી કરી હતી.
છૂટાછેડા માટે અરજી કર્યા બાદ દાનિયાએ પોતાનું નામ બદલી નાખ્યું હતું
દાનિયાએ આમિરનો વીડિયો લીક કરીને દાવો કર્યો હતો કે તેનો પતિ આઈસ ડ્રગ્સ લે છે. બીજી તરફ આ વાંધાજનક વીડિયો પર આમિર લિયાકતે દાવો કર્યો છે કે તે સંપૂર્ણ રીતે ખોટો છે કારણ કે દાનિયા એ કહી શકી નથી કે રૂમની અંદર આ વીડિયો કોણે રેકોર્ડ કર્યો છે. આમિરે દાનિયાના ઈન્ટરવ્યુનો વીડિયો પણ શેર કર્યો છે. દાનિયાએ છૂટાછેડા માટે અરજી કર્યા પછી, તેણે પોતાનું નામ પણ દાનિયા આમિરથી બદલીને દાનિયા મલિક કરી દીધું હતું.
MQM પાર્ટીના હતા મોટા નેતા હતા
આમિર લિયાકત માર્ચ 2018માં ઈમરાન ખાનની પાર્ટી PTIમાં જોડાયો હતો. આ પછી તેઓ કરાચીથી સાંસદ તરીકે ચૂંટાયા. જોકે બાદમાં તેમણે પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું. પીટીઆઈમાં જોડાતા પહેલા તેઓ મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ (MQM)ના મોટા નેતા હતા. પરંતુ ઓગસ્ટ 2016માં તેમણે પાર્ટીથી અલગ થઈ ગયા હતા. તે સમયે તેણે રાજકારણ છોડવાની જાહેરાત કરી હતી. જો કે, 2018 માં, તે માત્ર ઇમરાન ખાનની પાર્ટીમાં જ જોડાયો ન હતો, પરંતુ કરાચીથી સાંસદ તરીકે પણ ચૂંટાયા હતા. લિયાકત લાંબા સમયથી મીડિયા ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા હતા.