National

દિલ્હીમાં લાગ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા : ત્રણ યુવતીઓ સહિત છ લોકો પોલીસ કસ્ટડીમાં

એક તરફ દેશમાં 26 જાન્યુઆરી લઈને ઉજવણીનો માહોલ સાથે દિલ્હીમાં એલર્ટ (alert) જાહેર કરાયું છે ત્યાં બીજી તરફ દેશની રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસ પહેલા પાકિસ્તાન ઝિંદાબાદ (Pakistan zindabad)ના નારા લગાવવામાં આવ્યા હતા. દિલ્હીના ખાન માર્કેટ (delhi khan market) મેટ્રો સ્ટેશનની બહાર, પાકિસ્તાન જિંદાબાદના નારાના સમાચારથી આ વિસ્તારમાં હંગામો થયો હતો. માહિતી મળતાની સાથે જ પોલીસ પણ એલર્ટ થઈ ગઈ હતી. અને જંગી ધોરણે કાર્યવાહી હાથ ધરી હતી.

માહિતી મળતાની સાથે જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પ્રારંભિક માહિતી પ્રાપ્ત થઈ છે કે શનિવારે મોડી રાત્રે આ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તપાસ બાદ પોલીસે સૂત્રોચ્ચાર કરવા બદલ ત્રણ યુવકો (3 boys) અને ત્રણ યુવતી (3 girls)ઓને કસ્ટડીમાં રાખી પૂછપરછ કરી હતી. સમાચાર એજન્સી, એએનઆઈ અનુસાર પી.એસ. તુગલક રોડ ઉપર બપોરે 1 વાગ્યે પીસીઆર કોલ આવ્યો હતો કે કેટલાક લોકો ખાન બજાર મેટ્રો સ્ટેશન નજીક પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. 

પોલીસને બાઇક પર બે યુવકો. ત્રણ મહિલાઓ અને એક કિશોર મળી આવ્યા હતા. જ્યારે બાઇક સવાર યુવક અને યુવતીને પૂછપરછ કરતાં ખબર પડી કે આ બધા લોકો ઇન્ડિયા ગેટની આસપાસ ફરવા આવ્યા હતા અને યુલુ બાઇક (yulu bike) ભાડે લીધી હતી સાથે જ તમેણે યુલુ બાઇક ઉપર સવાર થઈ રેસ પણ લગાવી હતી. દરમિયાન આ લોકોએ એક બીજાના નામ ભારત અને પાકિસ્તાન રાખ્યા હતા. સાથે જ તેમણે ખુશખુશાલ અવાજમાં પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવ્યા હતા. જો કે હાલ પોલીસે તમામને કબજે લઇ તપાસ શરૂ કરી છે. 

દિલ્હી પોલીસે કહ્યું કે શનિવારે રાત્રે એક પીસીઆર કોલ (pcr call )આવ્યો હતો જેમાં આશરે છ લોકોને ખાન માર્કેટ મેટ્રો સ્ટેશન નજીક “પાકિસ્તાન જિંદાબાદ”ના નારા લગાવતા સાંભળવામાં આવ્યાં હતા. જાણવા મળ્યું હતું કે ભાડાની બાઇક પર રેસ દરમિયાન, તેઓએ એક બીજાના નામ પાકિસ્તાનના નામ સહિતના દેશોના નામ પર રાખ્યા હતા. જેના જ કારણે આ કાંડ થયો હતો, હાલ તો અમે તમામની અટકાયત કરી પુછપરછ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top