નવી દિલ્હી : પાકિસ્તાનની (Pakistan) શહઝાદી રાય (Shahzadi Rai) અને ચાંદની શાહ (Chandni Shah) નામના બે ટ્રાન્સજેન્ડરોની (Transgender) આજે આખી દુનિયામાં ચર્ચા થઈ રહી છે. આ બંને ટ્રાન્સજેન્ડર કરાચી મ્યુનિસિપલ કોર્પોરેશનની (Karachi Municipal Corporation) ચૂંટણી (election) જીત્યા હતા. પાકિસ્તાનમાં એવું પહેલી વાર બન્યું છે કે કોઈ ટ્રાન્સજેન્ડર આ પદ સુધી પહોંચ્યા હોય. ચૂંટણી જીત્યા પછી બંનેને શપથ લેવડાવી તેમને તેમની ફરજો સોપવામાં આવી હતી. શપથ લીધા પછી તેમને દુનિયાભરમાંથી અભિનંદન મળી રહ્યા છે.
પહેલીવાર બે ટ્રાન્સજેન્ડર કાઉન્સિલર બન્યા હતા
પાકિસ્તાનના કરાચી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીતીને પહેલીવાર બે ટ્રાન્સજેન્ડર કાઉન્સિલર બન્યા હતા. ટ્રાન્સજેન્ડર શહઝાદી રાયે કહ્યું હતું કે હું ટ્રાન્સજેન્ડર રાઈટ્સ એક્ટિવિસ્ટ છું, હું જેન્ડર ઈન્ટરએક્ટિવ એલાયન્સમાં વાયોલન્સ કેસ મેનેજર છું. મને મારા ટ્રાન્સજેન્ડર સમુદાય માટે સેવા કરવાનો ગર્વ છે. મ્યુનિસિપલ કોર્પોરેટર બન્યા બાદ શહેઝાદીને દુનિયાભરમાંથી પ્રશંસા અને અભિનંદન મળી રહ્યા છે. ઘણા લોકો તેમને અભિનંદન આપવા તેમની પાસે પહોંચી રહ્યા છે અને તેમની સાથે તસવીરો પણ ખેંચી રહ્યા છે. જો વાત કરીએ તો ભારતમાં કાઉન્સિલર, મેયર, ધારાસભ્ય, IAS અને ન્યાયાધીશ તરીકે પણ ટ્રાન્સજેન્ડર ઉમેદવારો કામ કરી રહ્યા છે. પરંતુ પાકિસ્તાનમાં ટ્રાન્સજેન્ડરો માટે આ પદ પર પહોંચવું એ મોટી વાત છે.
શેહઝાદી રાયએ પાકિસ્તાનનો એક યુવાન ટ્રાન્સજેન્ડર
જો વાત કરીએ તો શેહઝાદી રાયએ પાકિસ્તાનનો એક યુવાન ટ્રાન્સજેન્ડર છે. શહેઝાદી રાયની વય 40 વર્ષથી પણ ઓછી છે. શહઝાદી રાયએ ફક્ત નામની શહેઝાદી નથી પરંતુ તે અકે શહેઝાદીને જેમ અતી સુંદર છે. તે એટલી સુંદર છે કે તેને જોઈ કોઈ પણ તેની પાછળ મંત્રમુગ્ધ થઈ જાય.
ટ્રાન્સજેન્ડર અલીના ખાન મિસ ટ્રાન્સ પાકિસ્તાન 2023
દુનિયાભરમાં એવા ઘણા ટ્રાન્સજેન્ડર છે જે સમાજમાં પરિવર્તન લાવવાનુ કામ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં પણ એવા ટ્રાન્સજેન્ડરો છે જે પરિવર્તન લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પાકિસ્તાની ફિલ્મ ‘જોયલેન્ડ’ જે ટ્રાન્સજેન્ડર રોમાંસ પર આધારિત છે. આ ફિલ્મમાં ટ્રાન્સજેન્ડર એક્ટર અલીના ખાને એક્ટિંગ કરી હતી. ગયા મહિને ટ્રાન્સજેન્ડર અલીના ખાનને મિસ ટ્રાન્સ પાકિસ્તાન 2023નો ખિતાબ જીત્યો હતો. તમને જણાવી દઈએ કે આ મિસ ટ્રાન્સ પાકિસ્તાન સ્પર્ધાની શરૂઆત બે વર્ષ પહેલા એટલે 2021માં કરવામાં આવી હતી.