એક પાકિસ્તાની પાઇલટે દાવો કર્યો છે કે તેની એક ડોમેસ્ટિક ફ્લાઇટ (DOMESTIC FLIGHT) દરમિયાન આકાશમાં એક ખૂબ જ તેજસ્વી યુએફઓ દેખાયો છે. પાકિસ્તાનના મીડિયા ઇન્સ્ટિટ્યૂટ (NEWS AGENCY) દ્વારા પણ આના સમાચાર પ્રકાશિત થયા છે. તે પાયલોટે દિવસ દરમિયાન આકાશમાં દેખાતા આ ચળકતી વસ્તુનો વીડિયો (VIDEO) પણ બનાવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, પાકિસ્તાન (PAKISTAN) ઇન્ટરનેશનલ એરલાઇન્સના પાઇલટ રહીમ યાર ખાને આ ચળકતું યુએફઓ (Unidentified Flying Object – UFO) જોયું. પાયલોટ એયરબસ એ -320 વિમાન સાથે લાહોરથી કરાચી જઇ રહ્યો હતો ત્યારે તેણે રહીમ યારખાન (RAHIM YARKHAN) વિસ્તારની ઉપર આકાશમાં આ ચળકતી વસ્તુ જોઇ. પાયલોટે કહ્યું કે તેણે આ ચળકતી વસ્તુને સૂર્યની તેજસ્વી પ્રકાશમાં પણ જોઈ હતી. કારણ કે દિવસ દરમિયાન આવી તેજસ્વી વસ્તુઓ જોવાનું ખૂબ જ દુર્લભ છે. પાયલોટે કહ્યું કે મેં કદાચ કોઈ સ્પેસ સ્ટેશન (SPACE STATION) અથવા કોઈ કૃત્રિમ ગ્રહ (SATE LIGHT) જોયો હશે.
પાયલોટે માત્ર આ ચમકતી વસ્તુ જોઇ ન હતી, પરંતુ રહીમ યારખાન વિસ્તારના રહીશોએ પણ તેને જમીન પરથી જોયું હતું. આના વીડિયો પણ બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ખરેખર લાગે છે કે આ યુએફઓ દેખાયો જ્યારે વિમાન લાહોર (LAHOR)થી કરાચી (KARACHI) તરફ જઇ રહ્યું હતું. સાંજે 4 વાગ્યાની આસપાસ યુએફઓ આકાશમાં દેખાયો. પ્રવક્તાએ કહ્યું કે તે કહેવું ખૂબ મુશ્કેલ છે કે તે યુએફઓ હતો કે કંઈક બીજું, પરંતુ વિમાનના પાયલોટે તરત જ તેને જોતાની સાથે કંટ્રોલ રૂમને જાણ કરી. તેનો વીડિયો પણ બનાવ્યો.
પ્રવક્તાના જણાવ્યા મુજબ તે કઈ પ્રકારની વસ્તુ હતી તે કહેવું બહુ મુશ્કેલ છે. પરંતુ દિવસ દરમિયાન આવી તેજસ્વી વસ્તુ (SHINING OBJECT) જોવી ખૂબ જ આશ્ચર્યજનક છે. જોકે, રહીમ યાર ખાનના લોકો અને અમારા પાઇલટે આ વસ્તુ જોઇ છે. પાયલોટે પ્રોટોકોલ અંતર્ગત અમને માહિતી પણ આપી છે. કરાચી પહોંચ્યા બાદ પાઇલટે પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઇન્સના ઉચ્ચ અધિકારીઓ સાથે પોતાના બનાવેલા વીડિયો પણ શેર કર્યા હતા. જે બાદ એરલાઇન્સે આ અંગે મીડિયાને માહિતી આપી હતી. આ ચળકતી વસ્તુના દેખાવથી જ પાકિસ્તાનના લોકોમાં ચર્ચા થઈ રહી છે કે આખરે આ કઈ વસ્તુ હતી?