World

પાકિસ્તાનમાં હાલત બદથી બદ્તર, રાજકારણીઓ એકબીજા સામે રચી રહ્યાં છે ષડયંત્ર!

નવી દિલ્હી: એક તરફ પાકિસ્તાની (Pakistan) હાલત બદથી બદ્તર થઈ રહી છે આવા સમયે પણ રાજકરણીઓ (Leader) એકબીજાની વિરોધ જઈ એકબીજા સાથે ખેંચાતાણી કરી રહી છે. પાકિસ્તાન કંગાળ થવાના આરે છે પરંતુ સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે આવી સ્થિતમાં પણ ત્યાં રાજનૈતિક ડ્રામા જોવા મળી રહ્યાં છે. પાકિસ્તાનના પૂર્વ પ્રધાન ઉપર ધરપકડનો ખતરો મંડરાઈ રહ્યો છે. પાકિસ્તાનની કોર્ટે ઈમરાન ખાન વિરુદ્ધની જમાનતની નોટિસને ફગાવી દીધી છે. જણાવી દઈએ કે આ મામલો ચૂંટણી આયોગની બહાર થયેલા પ્રદર્શન સાથે જોડાયેલો છે.

ઈમરાન ખાન ઉપર સંકટ મંડરાઈ રહ્યું છે અને આવી સ્થિતમાં ઈમરાન ખાને પાકિસ્તાનની તુલના શ્રીલંકા સાથે કરી છે. તેણે કહ્યું કે જે સ્થિત થોડાં સમય પહેલા શ્રીલંકાની હતી હાલ તેવી જ સ્થિત પાકિસ્તાનની છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે પાકિસ્તાનની હાલત આગામી સમયમાં વધુ ખરાબ થાય તેવી પણ સંભાવના છે. આ માટે તેમણે એક ઉદાહરણ પણ આપ્યું હતુ જેમાં તેમણે કહ્યું કે બિમારી કેન્સરની છે પણ તેનો ઈલાજ ડિસ્પ્રીનની ગોળી આપીને કરવામાં આવી રહ્યો છે. જણાવી દઈએ કે કેન્સર જેવા રોગ માટે માથાના દુખાવા માટે આપવામાં આવતી દવા આપવામાં આવે છે આવું ઉદાહરણ ઈમરાન ખાને આપ્યું હતું.

ઈમરાન ખાને કહ્યું કે પાકિસ્તાન સામે રોજ નવી મુશ્કેલીઓ આવી રહી છે. રેટિંગ એજન્સી ફીચે પાકિસ્તાનની રેટિંગ CCC પર લાવી દીધી છે. એટલે કે પાકિસ્તાનની હાલત શ્રીલંકાના સ્તર સુધીની થઈ ચૂકી છે. પાકિસ્તાનમાં હાલ મીની બજેટ જાહેર કરવામાં આવ્યું છે. આ બજેટના કારણે ત્યાંના લોકો ઉપર મોંધવારીનો માર પડશે. ઈમરાન ખાને ક્હ્યું કે પાકિસ્તાનની સમસ્યાનો ઈલાજ માત્ર ને માત્ર ચૂંટણી તેમજ નવી સરકાર જ છે.

જણાવી દઈએ કે પાકિસ્તાનનો વિદેશી મુદ્રા ભંડાર ઘટીને 2.9 અબજ ડોલર થઈ ગયો છે. નિષ્ણાતો માને છે કે આ રકમ માત્ર 15 દિવસની આયાત માટે પૂરતી છે. પાકિસ્તાન સરકાર ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ પાસેથી લોન મેળવવા માટે સતત પ્રયાસો કરી રહી છે. પાકિસ્તાન અને IMF વચ્ચે 10 દિવસ સુધી વાતચીત થઈ, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. દરમિયાન, IMFની શરતો પૂરી કરવા માટે પાકિસ્તાને પોતાના જ લોકો પર ટેક્સનો ભારે બોજ લાદ્યો છે.

Most Popular

To Top