National

પાકિસ્તાન ફરી બેનકાબ: ‘ઓપરેશન મહાદેવ’માં ઠાર થયેલા આતંકીઓનો પીઓકેમાં વધામણો

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા નિર્દય આતંકી હુમલા પછી ભારતીય સુરક્ષા દળોએ “ઓપરેશન મહાદેવ”ના નામે એક વિશેષ અભિયાન શરૂ કર્યું. આ અભિયાન હેઠળ પહલગામ હુમલામાં સામેલ ત્રણ મુખ્ય આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે.

મરાયેલા આતંકવાદીઓમાં સૌથી મહત્વપૂર્ણ નામ તાહિર હબીબનું છે, જે અગાઉ પાકિસ્તાની સેનામાં સૈનિક હતો અને ત્યારબાદ લશ્કર-એ-તૈયબામાં જોડાયો હતો. ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા અનુસાર તાહિરને ‘અફઘાની’ તરીકે ઓળખવામાં આવતો હતો, કારણકે તે પઠાણ સમુદાયનો હતો અને તેમજ તેનો ઉલ્લેખ ભારત વિરોધી કારવાઈઓમાં સતત થતો રહ્યો હતો.

તાહિર હબીબ ગુલામ કાશ્મીર (પીઓકે)ના કાઈ ગલ્લા ગામનો રહેવાસી હતો. તેની હત્યા બાદ, પાકિસ્તાને તેને વિવાદાસ્પદ રીતે ‘જનાઝા-એ-ગયાબ’ એટલે કે મૃતદેહ વિના અંતિમ વિધિ આપી. આ વિધિમાં લશ્કરના આતંકવાદીઓ, ભૂતપૂર્વ પાકિસ્તાની સૈનિકો અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ હાજરી આપી. આ બાબતે પાકિસ્તાન ફરી દુનિયા સામે ખુલ્લો પડી ગયો છે કે તે આતંકીઓને માત્ર ઓજારો જ આપતું નથી, પરંતુ શહીદ તરીકે સન્માન પણ આપે છે.

સ્થાનિક લોકોએ આતંકવાદીઓનો બહિષ્કાર કરવાની યોજના બનાવી:
એવું કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે આ આતંકવાદીની અંતિમયાત્રા કાઢવામાં આવી રહી હતી, ત્યારે લશ્કર કમાન્ડર પણ તેમાં જોડાવા માટે ત્યાં પહોંચ્યો હતો. જોકે, તાહિરના પરિવારે તેને અંતિમ સંસ્કારમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. આ બાબતે ત્યાં એક નાની અથડામણ પણ જોવા મળી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ગામનાલોકો હવે આતંકવાદીઓ સામે જાહેર બહિષ્કારની યોજના બનાવી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનમાં જ આતંકવાદ વિરુદ્ધ એક નવું જન અભિયાન ચાલી રહ્યું છે. આ ઘટના પરથી બે વાત સમજી શકાય છે. પહેલું, પહેલગામ હુમલામાં પાકિસ્તાને મુખ્ય ભૂમિકા ભજવી છે. બીજું, પીઓકેમાં પણ આતંકવાદ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા છે.

Most Popular

To Top