World

પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં બસ ખાડીમાં ખાબકતાં 39નાં મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં રવિવારની સવારની રોજ મોટી ઘટના ઘટી છે. જાણકારી મુજબ પાકિસ્તાનના ડ્રોન અધિકારીઓ પાસેથી જાણકારી મળી આવી છે કે રવિવારની સવારના રોજ બસ (Bus) ખાડીમાં ખાબકતા 39 લોકોના મોતની જાણકારી મળી આવી છે. ધાયલોને સારવાર હેઠળ હોસ્પિટલમાં (Hospital) ખસેડવામાં આવ્યાં છે. તેમજ હાલ રેસ્કયુ ઓપરેશન ચાલી રહ્યું છે.

  • લગભગ 48 મુસાફરોને લઈને બસ ક્વેટાથી કરાચી જઈ રહી હતી
  • લાસબેલા નજીક યુ-ટર્ન લેતી વખતે વધુ ઝડપને કારણે બસ પુલના પોલ સાથે અથડાઈ હતી

આ ઘટનાની પુષ્ટિ કરતા લાસબેલાના આસિસ્ટન્ટ કમિશનર હમઝા અંજુમે જાણકારી આપી છે કે લગભગ 48 મુસાફરોને લઈને બસ ક્વેટાથી કરાચી જઈ રહી હતી. તેમણે જણાવ્યું હતું કે લાસબેલા નજીક યુ-ટર્ન લેતી વખતે વધુ ઝડપને કારણે બસ પુલના પોલ સાથે અથડાઈ હતી. આ પછી બસ ખીણમાં પડી અને પછી આગ લાગી. આ ધટનામાં 39 લોકોના મોત થયા હતાં.

પાકિસ્તાની મીડિયા અનુસાર હમઝા અંજુમે જણાવ્યું છે કે બસમાં એક બાળક અને એક મહિલા સહિત ત્રણ લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે. ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટર તેમની સારવાર કરી રહ્યા છે. જાણકારી મુજબ આ ધટના થઈ તે સમયે બસ ઉંડી ખીણમાં ખાબકયા પછી જોરદાર અવાજ આવ્યો હતો. ઘટના સમયે તે રોડ પરથી પસાર થતા વાહનચાલકો સાથે આસપાસના નાગરિકોની ભીડ ઘટનાસ્થળે ઉમટી પડી હતી. લોકોએ અકસ્માત અંગે પોલીસ અને અન્ય સંબંધિત વિભાગોને જાણ કરી હતી.

ઘટના અંગેની માહિતી મળતાં જ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. હજુ પણ કેટલાક મુસાફરો બસમાં ફસાયા હોવાની આશંકા છે. પાકિસ્તાની મીડિયા અનુસાર બસમાંથી અત્યાર સુધીમાં 19 મુસાફરોના મૃતદેહ કાઢવામાં આવ્યા છે. બાકીના લોકોને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.

Most Popular

To Top