World

પાકિસ્તાન: સિંધુ નદીના કીનારે બસ પલટી, 20ના મોત

પેશાવર: ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનના (North-West Pakistan) ગિલગિટ બાલ્ટિસ્તાન વિસ્તારમાં શુક્રવારે એક પેસેન્જર બસ (Passenger bus) પહાડી વિસ્તારમાંથી પસાર થતી વખતે સિંધુ નદીના (Sindhu River) કીનારે લપસીને કોતરમાં પડી ગઇ હતી. આ અકસ્માતમાં (Accident) ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા હતા અને 21 અન્ય ઘાયલ થયા હતા.

સમગ્ર મામલે ઘટના સ્થળે ઉપસ્થિત પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના દિયામેર જિલ્લાના કારાકોરમ હાઈવે પર સવારે લગભગ 5.30 વાગ્યે બની હતી, જ્યારે બસ રાવલપિંડીથી હુન્ઝા જઈ રહી હતી. દરમિયાન પેસેન્જર બસ પહાડી વિસ્તારમાંથી લપસીને કોતરમાં પડી ગઇ હતી. આ બસ લગભગ 43 મુસાફરોને લઈને રાવલપિંડીથી ગિલગિટ જઈ રહી હતી. તેમજ બસ અકસ્માતગ્રસ્ત થતા બસમાં મુસાફરી કરનાર લગભગ 20 લોકોના મોત થયા હતા. તેમજ અન્ય મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા.

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ પલટી મારીને સિંધુ નદીના કિનારે પડી હતી, તે સમયે બસમાં 43 મુસાફરો હતા. હાલ ઘાયલોને પાકિસ્તાનની ચિલાસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ સેનાના હેલિકોપ્ટરની મદદથી બચાવ કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી અને મૃતકો અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અધિકારીના જણાવ્યા મુજબ ઘાયલોના બચાવના પ્રયાસો હાલ ચાલુ જ છે અને મૃતદેહોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. જ્યાથી તેમના મૃતદેહોને કાયદાકીય પ્રક્રિયા બાદ તેમના પરિવારોને સોંપવામાં આવશે. આ સાથે જ સમગ્ર મામલે હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. જો કે મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે કારણ કે ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે.

ગિલગિટ બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
ગિલગિટ બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી હાજી ગુલબર ખાને આ ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું હતું અને વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.

ગિલગિટ-બાલ્ટિસ્તાન સરકારના પ્રવક્તા ફૈઝુલ્લાહ ફારાકે જણાવ્યું હતું કે અકસ્માત બાદ ચિલાસ હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. તેમજ વડા પ્રધાન શેહબાઝ શરીફે મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

તેમણે અધિકારીઓને ઘાયલોને તમામ શક્ય તબીબી સારવાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. ગૃહમંત્રી મોહસિન નકવીએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

Most Popular

To Top