Gujarat

ગામડાથી શરૂ કરીને ગાંધીનગર સુધી પાટીદારોનું સંગઠન બનાવાશે: નરેશ પટેલ

ગાંધીનગર: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Election) ટૂંક સમયમાં યોજાવાની છે. જેને લઈને રાજ્યમાં તમામ રાજકીય પાર્ટીઓ (Party) મેદાનમાં ઉતરી છે. ગુજરાતમાં ભાજપ (BJP) સરકારને ટક્કર આપવા કોંગ્રેસ (Congress) અને આમ આદમી પાર્ટી (APP) તાડીમાર તૈયારીઓ કરી રહી છે. કહી શકાય કે ગુજરાતમાં (Gujarat)ચૂંટણી જીતવા માટે પાટીદાર વોટ બેંક ખૂબ જ જરૂરી છે, ત્યારે તમામ પાર્ટીઓ દ્વારા પાટીદારને રિજાવવામાં આવી રહ્યા છે. પરંતુ હાલમાં જ પાટીદરા નેતાએ એક મોટી જાહેરાત કરી હતી જેના કારણે રાજકારણમાં ભૂકંપ આવ્યો છે. પાટીદાર અધ્યકક્ષ દિનેશ બાંભણીયાએ કહ્યું કે પાટીદરા અગ્રણીઓ હવે વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવશે.

  • નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેતી વખતે સૌરાષ્ટ્રના ખોડલધામના ટ્રસ્ટી અને પાટીદાર આગેવાન નરેશ પટેલની જાહેરાત
  • નરેશ પટેલ દ્વારા રાજ્યમાં તમામ જિલ્લાઓની મુલાકાત લેવામાં આવશે, સમાજનું ઉત્થાન કરવા ધ્યાન કેન્દ્રિત કર્યાની જાહેરાત
  • પાટીદારો કોઈ એક પક્ષ સાથે રહી શકે નહીં, મત આપતી વખતે સમાજને બદલે વ્યક્તિત્વને જોવા નરેશ પટેલની અપીલ
  • રાજ્યભરમાં પાટીદારોનું સંગઠન બનાવી આગામી ચૂંટણીમાં પાટીદાર ફેકટર અસરકારક બનાવવા નરેશ પટેલની કવાયત

તાજેતરમા પાસના (PAAS) કન્વીનર દિનેશ બાંભણીયાએ કહયું હતું કે પાસના 23થી વધુ અગ્રણી કાર્યકરો હવે વિધાનસભાની ચૂંટણીમાં (Election) ઝંપલાવશે. વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે સૌરાષ્ટ્રના ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલે જિલ્લાઓનો પ્રવાસ શરૂ કર્યો છે.

નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનીટીની મુલાકાતે આવેલા નરેશ પટેલે કહયુ હતું કે પાટીદારો કોઈ એક પક્ષ સાથે રહી ના શકે. પાટીદાર સમાજ ભોળો સમાજ છે, તે દરેક પક્ષ સાથે જોડાયેલો છે. કોઈ પણ વ્યકિત્તને મત આપતાં પહેલા તેનો સમાજ જોવાના બદલે તેનું વ્યકિત્વ જોવું જોઈએ. જો વ્યક્તિ સારો હોય તો પછી તે ગમે તે સમાજનો હોય કોઈ ફરક પડતો નથી. પટેલે કહ્યું હતું કે, પાટીદાર સંગઠ્ઠન દરેક જિલ્લામાં અને તાલુકા સ્તરે તથા ગ્રામ્ય સ્તરે પહોચે તે માટે હું દરેક જિલ્લાની મુલાકાત લઈ રહ્યો છું. સ્થાનિક પાટીદાર આગેવાનો, યુવાનો અને તમામને મળી રહ્યો છું. અમે બિન રાજકિય સંગઠ્ઠન બનાવી રહ્યા છીએ. જેનું સમગ્ર ગુજરાતમાં નેટવર્ક સ્થપાશે. આ સંગઠ્ઠન દરેક ગામથી લઈને ગાંધીનગર સુધી સક્રિય રહેશે. તેમણે કહ્યું હતું કે, હું હાલમાં કોઈ રાજકિય પક્ષ કે રાજકિય રીતે સક્રિય પણ નથી. હાલમાં સમાજના ઉત્થાન માટે મારૂં ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. દરેક જિલ્લા તથા તાલુકાના કન્વીનરો સાથે ખાટલા બેઠકો પણ કરવાનો હેતુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ પાસના દિનેશ બાંભણીયાએ એવું કહ્યું હતું કે, પાસના 23 આગેવાનો દ્વારા વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે. જોકે, આ આગેવાનો કયા પક્ષમાંથી ચૂંટણી લડશે? કે પછી અપક્ષ લડશે? તેનો કોઈ જ ફોડ બાંભણીયા દ્વારા પાડવામાં આવ્યો નહોતો. દિનેશ બાંભણીયાના નિવેદન બાદ હવે નરેશ પટેલ દ્વારા જે રીતે રાજ્યના તમામ જિલ્લાઓનો પ્રવાસ કરીને પાટીદારોનું રાજ્યવ્યાપી સંગઠન બનાવવામાં આવી રહ્યું છે તે જોતાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેકટર વધુ અસરકારક બનશે તેમ મનાઈ રહ્યું છે.

Most Popular

To Top