સુરત: સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના માથે ઘેરાઇ રહેલાં કોરોનાના વાદળ વિખેરાવા લાગ્યાં છે. આજે જિલ્લા કલેકટર કચેરીએ શહેરની જુદી જુદી હોસ્પિટલ્સને 165 ટન ઓક્સીજન પૂરો પાડ્યો છે.
સુરત (SURAT) શહેર અને સમસ્ત દક્ષિણ ગુજરાત માટે સંકટરૂપ બનેલા કોરોનાના ઘાતકી વાવરે સમગ્ર વ્યસ્થાતંત્ર (MANAGEMNET)ને વેરવિખેર કરી નાંખ્યું હતું. કોરોના (CORONA)ના કહેરને કારણે વિતેલા પંદર દિવસો યુદ્ધ જેવી સ્થિતિમાં પસાર કરવા પડ્યા હતાં. જો કે આ દાવા મ્યુનિસિપલ કોપોર્રેશન (SMC) અને જિલ્લા પંચાયત તરફથી કરાઇ રહ્યા છે. પરંતુ લોકોને આ આંકડા ઉપર ભરોસો નથી. પંદર દિવસ પહેલા કોરોનાના તરખાટમાં જે લોકો લપેટમાં આવ્યા છે તેમના પરિવારજનો તો સરકાર તરફથી અપાતા આંકડા (NUMBERS)ને દસ ગણા વધારી ગણતરીએ લેતા હતાં.
હવે કોરોનાએ પકડ ઢીલી કરતા હોસ્પિટલાઇઝેશન રેશિયો પણ ઘટ્યો છે. ઓપીડી પેશન્ટ તેમજ ટેસ્ટિંગ વખતે પણ પોઝિટિવ રેટ ઘટવા લાગ્યો છે. આ સાથે ઓક્સીજન ડિમાન્ડ પણ ઘટવા લાગી છે. આ અંગે પુછપરછ કરતા નાયબ કલેકટર જમીન સુધારણા અને નોડલ ઓફિસર આર.આર.બોરડેએ કહ્યું હતું કે હવે ઓક્સીજન ડિમાન્ડ ઘટી છે. આજે 180 ટન ડિમાન્ડ સામે 167 ટન સપ્લાય કરાયો છે. થોડાક દિવસો પહેલા દૈનિક ડિમાન્ડ 225 ટન આસપાસ હતી. જે ધીરે ધીરે ઘટીને 180 ટન નજીક આવી છે. તંત્રને આશા છે કે હવે સ્થિતિ હળવી બનશે. હાલ તંત્ર કોરોનામાં ઓક્સીજનની સ્થિતિ કાબુમાં હોવાનો સૂર વ્યકત કરી રહ્યાં છે. જોકે આ આશાઓ કેટલા દિવસ બરકરાર રહેશે તે સમય જ કહેશે.
સુરતમાં 4200 રેમડેસિવિરની ડિમાન્ડ સામે ઇન્જેકશન પણ 2495 જ અપાયા
સુરત જિલ્લા કલકેટરે રેમડેસિવિર ઇન્જેકશન ફાળવવા માટે શરુ કરેલી કામગીરીમાં આજે ઇન્જેકશન ડિમાન્ડ ઘટી છે. રોજ પાંચ હજાર જેટલી ડિમાન્ડ આવતી હતી. જેની સામે ડિમાન્ડ 4200 આસપાસ આવી છે. કલેકટર તંત્રએ 2495 ઇન્જેકશન અલગ અલગ હોસ્પિટલને પેશન્ટની સ્થિતિ જોઈને આપ્યાં છે.