SURAT

સુરતમાં પરિણીતાને નોકરીએ રાખી માલિકે દાનત બગાડી : પરિણીતા પહોંચી પોલીસ મથક

સુરત: શહેરના પુણા વિસ્તારમાં રહેતા અને કુર્તી બનાવવાના ખાતાના માલિક પ્રવિણભાઈએ નોકરી ઉપર જોડાયેલી પરિણીતા (MARRIED WOMEN)નો મોબાઈલ ફોન લઈ લીધો હતો, અને બાદમાં ઓફિસમાં ફોન લેવા બોલાવી હતી. ડરી ગયેલી પરિણીતા અડધો કલાક દરવાજા પાસે ઉભી રહેતા પ્રવિણે તેણીને અંદર ખેંચી અડપલા (molestation) કર્યા હતા. પરિણીતાએ ખાતાના માલિક પ્રવિણભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ (FIR) નોંધાવી છે.

શહેરના કામરેજ તાલુકામાં રહેતી 20 વર્ષીય ધરતીબેન (નામ બદલ્યું છે) મુળ સુરેન્દ્રનગરની વતની છે. તેણીનો પતિ ખાનગી કંપની (PRIVATE COMPANY)માં નોકરી કરે છે. ધરતીબેને પુણા પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, પુણા સુરતીનગર પાસે પ્રવિણભાઇ વલ્લભભાઇ મુલાણી (ઉ.વ.45, રહે. હેત્વી હાઇટ્સ, મોટા વરાછા, સુરત. મુળ રહે.લુવારીયા, તા.લાઠી, જિ.અમરેલી)નું કુર્તી બનાવવાનું ખાતુ આવેલું છે. ધરતી એક ફ્રેન્ડ મારફતે ગત 21 જાન્યુઆરીએ આ ખાતામાં નોકરી (JOB)એ જોડાઈ હતી.

થોડા દિવસ બાદ પ્રવિણભાઈ કામના બહાને આવીને ધરતીને પ્રાઈવેટ ભાગે (TOUCH TO PRIVATE PART) ટચ કરતો હતો. ધરતીબેને આ અંગે તેને ટકોર કરી હતી. જો કે બાદમાં પ્રવિણભાઈએ તેનો મોબાઈલ ફોન લઈ ઓફિસમાં જતા રહ્યા હતા. ધરતીએ ઓફિસની બહારથી ફોનની માંગણી કરી હતી. પરંતુ પ્રવિણભાઈએ ‘અંદર આવ એક વાત કહું, અંદર આવશે તો જ ફોન આપીશ’ તેમ કહ્યું હતું. ડરી ગયેલી ધરતી અડધો કલાક ઓફિસની બહાર ઉભી હતી. અંતે પ્રવિણભાઈ બહાર આવી તેનો હાથ પકડી અંદર ઓફિસમાં લઈ ગયા હતા.

અંદર ખેંચી દરવાજો બંધ (CLOSED DOOR) કરી ધરતીને બાહોપાશમાં જકડી લઈ છાતીના ભાગે તથા પ્રાઈવેટ પાર્ટ ઉપર અડપલા કર્યા હતા. ધરતીએ પ્રવિણથી બચવા બચકું ભરી હાથ છોડાવી બહાર ભાગી હતી. પ્રવિણભાઈએ ધરતીબેનને જો કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ, તારાથી તે જે થાય તે કરી લેજે એવી ધમકી આપી હતી. ધરતીબેનએ તેની ફ્રેન્ડને વાત કરી બાદમાં પુણા પોલીસમાં અરજી કરી હતી. દરમિયાન ગઈકાલે પ્રવિણભાઇ વિરુદ્ધ છેડતીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

મહત્વની વાત છે કે કોરોના કાળ બાદ ઘણા લોકો મજબૂરીમાં નોકરીએ જોડાય જતા હોય છે, અને આવા નરાધમના રસ્તે ચડી જરી યુવતી-મહિલાઓ ઘણી વખત તેમની હવસનો શિકાર બની જતી હોય છે, જો કે મહિલાઓ હાલ પોતે જ આત્મનિર્ભર બની રહી છે, અને આવા હવસખોર વિરુદ્ધ અવાજો ઉઠાવી રાહી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top