સુરત : સુરતના પ્રવેશદ્વાર ગણાતા કામરેજ ચાર રસ્તા પર ટ્રાફિકની જટિલ સમસ્યાને હળવી કરવા માટે કામરેજ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રિક્ષાચાલકો બાદ હવે આડેધડ પાર્કિંગ કરતી લક્ઝરી બસો સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
લાંબા સમયથી કામરેજ ચાર રસ્તા પર રિક્ષાચાલકો અને ખાનગી ટ્રાવેલ્સના ડ્રાઈવરો દ્વારા આડેધડ પાર્કિંગ કરીને પેસેન્જરો ભરવામાં આવતા હતા, જેના કારણે રોડ પર ટ્રાફિકનું ભારે ભારણ રહેતું હતું. કામરેજ પોલીસ મથકમાં પી.આઈ. તરીકે ચાર્જ સંભાળ્યા બાદ આર.બી. ગોઝિયાએ ટ્રાફિક નિયમન માટે કડક ઝુંબેશ હાથ ધરી છે. પોલીસ દ્વારા સતત સૂચનાઓ આપવા છતાં નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે. ગત 4 તારીખના રોજ ટ્રાફિકને અડચણરૂપ ઉભી રહેતી 50 જેટલી રિક્ષાઓને ડિટેન કરવામાં આવી હતી. રિક્ષાચાલકો સામેની કાર્યવાહી બાદ ગત રાત્રે આડેધડ પાર્કિંગ કરનારી 40 જેટલી લક્ઝરી બસોને ઓનલાઇન મેમો ફટકારવામાં આવ્યા છે. આડેધડ પાર્કિંગ કરનારા ટ્રાવેલ્સ ચાલકો સામે BNS કલમ 285 મુજબ ગુના દાખલ કરવા પી.આઈ. આર.બી. ગોઝિયાએ સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું હતું કે, કામરેજ ચોકડી વિસ્તાર ‘નો-પાર્કિંગ ઝોન’ છે. જો કોઈ રિક્ષા કે લક્ઝરી બસ ચાલક રોડ દબાવીને પાર્કિંગ કરશે કે પેસેન્જર ભરશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસની આ આક્રમક કાર્યવાહીથી ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.માં આવ્યા છે અને તેમના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી છે.