Entertainment

નવા વેબ શોમાં સુષ્મિતા સેન બની ટ્રાન્સજેન્ડર, રિલીઝ થયું ટીઝર

નવી દિલ્હી : સુષ્મિતા સેન ઘણા સમયથી બોલિવૂડથી દૂર હતી. પરંતુ OTT પ્લેટફોર્મ આવ્યા બાદ તેની કારકિર્દીને નવી ઉડાન મળી છે. સુષ્મિતા સેને ‘આર્ય’ સિરીઝથી (Series) ફરી પાછુ બોલીવુડમાં (Bollywood) પગ મુક્યો છે. ‘આર્ય’ની સફળતા બાદ હવે સુષ્મિતા એક નવી સિરીઝ લઈને આવી રહી છે. જેમાં નવા વેબ શો ‘તાલી’માં સુષ્મિતા ટ્રાન્સજેન્ડર (Transgender) તરીકે જોવા મળી રહી છે. સુષ્મિતા સેન (Sushmita Sen) ફરી એકવાર OTT પર પોતાનો અલગ અવતાર બતાવવા જઈ રહી છે. હાલ સીરિઝનું ટીઝર રિલીઝ થઈ ગયું છે.

તાલીના ટીઝરમાં અભિનેત્રી ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ ગૌરી સાવંતના રોલમાં જોવા મળે છે. ટીઝરની શરૂઆત એક દમદાર ડાયલોગથી થાય છે. જેમાં ગૌરીનું પાત્ર ભજવતી સુષ્મિતા સેન કહે છે કે હું ગૌરી છું જેને કોઈ નપુંસક કહે છે તો કોઈ સામાજિક કાર્યકર. કોઈ તેને ડ્રામા કહે છે તો કોઈ તેને ગેમ ચેન્જર કહે છે. આ કહાની આ સફરની. શાપ આપવાથી માંડીને તાળીઓ પાડવા સુધી. જે લોકો તેમની વાસ્તવિકતા બતાવવાથી ડરે છે, તેઓ ક્યારેય જીતતા નથી, બાબુ. સ્વાભિમાન, આદર, સ્વતંત્રતા, આ ત્રણેય મારે જોઈએ છે.

અભિનેત્રીએ ટ્રાન્સજેન્ડરના પાત્રને ખૂબ જ સારી રીતે દર્શાવ્યું છે
સુષ્મિતા સેનની આ નવી સિરીઝનું ટીઝરમાં અભિનેત્રીએ ટ્રાન્સજેન્ડરના પાત્રને ખૂબ જ સારી રીતે દર્શાવ્યું છે. અગાઉ ‘તાલી’નું પોસ્ટર શેર કરવામાં આવ્યું હતું. પોસ્ટર શેર કરતી વખતે સુષ્મિતાએ લખ્યું હતું કે હું તાળી નહીં પાડીશ, નહીં બતાવીશ! ફોટોમાં સુષ્મિતાની સ્ટાઈલ અને એટીટ્યુડ બંને બદલાયેલા જોવા મળ્યા હતા.

સુષ્મિતાનો કઠિન લુક જોઈને બધા આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા
સાડી પહેરેલી સુષ્મિતાનો કઠિન લુક, કપાળ પર લાલ ટપકું અને ગળામાં માળા જોઈને બધા આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. ટ્રાન્સજેન્ડર ગૌરી સાવંત એક એક્ટિવિસ્ટ છે જે વિક્સ એડમાં જોવા મળી છે. આ જાહેરાતમાં તે એક નાની છોકરી સાથે જોવા મળી હતી.

Most Popular

To Top