કલાકાર : ઝરીન ખાન , અંશુમન ઝા
ફિલ્મ મેકર : હરીશ વ્યાસ
ફિલ્મ નિર્માતા : અંશુમન ઝા
રેટિંગ: 1.5 /5
ક્રિટીકલી એક્લેમ્ડ ફિલ્મ “હમ ભી અકેલે તુમ ભી અકેલે” “Hum bhi akele tum bhi akele”જેનું દિગ્દર્શન હરીશ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું છે, આ ફિલ્મનું પ્રીમિયર (PREMIER) વર્ષ 2019માં સાઉથ એશિયન ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ ન્યુયોર્ક (NEW YOARK)માં કરવામાં આવ્યું હતું અને ત્યાં બેસ્ટ ફિલ્મનો પુરસ્કાર (BEST FILM AWRD) પણ મળ્યો હતો. આજે આ ફિલ્મ ડિઝની હોટસ્ટાર પ્લેટફોર્મ ઉપર રિલીઝ થઇ ગઈ છે ત્યારે ફિલ્મના સ્ટોરી પ્લોટ ઉપર એક નજર..
ફિલ્મનો સ્ટોરી પ્લોટ
ફિલ્મની પટકથા માનસી (ઝરીન ખાન) અને વીર (અંશુમાન ઝા)ની આસપાસ ફરે છે. માનસી “લેસ્બિયન” (LESBIAN) યુવતી છે અને વીર “ગૅ ” (GAY) યુવક છે, બંનેના પોતપોતાના અલગ લેસિબિયન અને ગૅ પાર્ટનર છે. બંને પોતપોતાના રિસ્પેક્ટેડ પ્રેમીઓ સાથે લગ્ન કરવા ઘરેથી ભાગી નીકળે છે. ત્યાં એક પાર્ટીમાં માનસી અને વીર એકબીજાને ભટકાય જાય છે. બંને વચ્ચે ફ્રેન્ડશીપ થાય છે અને બંને રોડટ્રીપ ઉપર ફરવા નીકળી જાય છે. આ રોડટ્રીપમાં માનસી તેની લેસ્બિયન ગર્લફ્રેન્ડને મળે છે. વીર બંનેને ગાડીમાં આગળ સુધી બેસાડીને લઇ જવા નીકળે છે. આ રોડ ટ્રીપ દરમ્યાન આ લોકો વચ્ચે શું થાય છે? આ બાબત જાણવા માટે તમારે ફિલ્મ જોવી પડશે.
ફિલ્મના માઇન્સ પોઇન્ટ
રોડ ટ્રીપ ફિલ્મ હોય તેમાં ફક્ત એક્ટર ડ્રાઈવર બનીને ગાડી ચલાવતો રહે એ ત્યાં કોઈ ઇન્સિડન્ટ નહિ હોય તો આવી ફ્લેટ સ્ટોરીમાં તમે ઓડિયન્સનો ઈન્ટરેસ્ટ કેવી રીતે ડેવલપ કરી શકો? રોડ ટ્રીપમાં મેમરેબલ જોયફુલ ઇન્સિડન્ટ હોય તો ઓડિયન્સ પણ ફિલ્મ સાથે કનેક્ટ થાય છે, સ્વ. ઈરફાન ખાન અને દીપિકા પદુકોણે, અમિતાભ બચ્ચનની ફિલ્મ “પીકુ” માં દિલ્હીથી કોલકાતાની ટ્રીપ હતી પણ આ ફિલ્મના રમુજી દ્રશ્યોએ ફિલ્મને યાદગાર બનાવી હતી.બીજી ફિલ્મ મલયાલમ સુપરસ્ટાર મામુટીના દીકરા દુલકર સલમાન, મિથિલા પાલકર અને સ્વ.ઇરફાન ખાન અભિનીત ફિલ્મ ” કારવા ” પણ આવી હતી અને આ ફિલ્મ રોડટ્રિપ આધારિત હતી પણ ફિલ્મમાં રોડટ્રિપના ઇન્સિડન્ટ મનોરંજન આપનાર હતા એટલે ફિલ્મ જોવામાં મજા પડી હતી. જયારે અહીંયા મુવી “હમ ભી અકેલે તુમ ભી અકેલે ” માં તો બસ માનસી અને વીર એકબીજા સાથે વાતો જ કરતા રહે છે અને તેમની વાતો ઘણી બોરીંગ છે. ફિલ્મને ઢગલાબંધ પુરસ્કાર ભલે મળે પણ ઓડિયન્સ નકારે તો એવી ફિલ્મમાં શકોરાનો ભલીવાર કહેવાય નહિ.
બહુ કંટાળાજનક ફિલ્મ છે એટલે અકેલે અકેલે પણ જોવામાં મજા નથી.