નવી દિલ્હી: ઓસ્કાર 2024 એટલે કે 96મો એકેડેમી એવોર્ડ્સ (Academy Awards) લોસ એન્જલસના અમેરિકાના ડોલ્બી થિયેટરમાં યોજાયો હતો. આ એવોર્ડ ફંન્કશનમાં ઓપનહેમરની (Oppenheimer) ફિલ્મને મોટી સિધ્ધી મળી હતી. ફિલ્મના અભિનેતા રોબર્ટ ડાઉની જુનિયરને તેનો પ્રથમ ઓસ્કાર એવોર્ડ (Oscar Award) મળ્યો હતો. આ સાથે જ ઓપનહેઇમર ફિલ્મે 7 એવોર્ડ (Award) જીત્યા હતા.
સુપ્રસિદ્ધ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ‘ઓપેનહેઇમર’ ઓસ્કાર 2024માં નોમિનેશનની દ્રષ્ટિએ સૌથી આગળ રહી હતી. આ ફિલ્મને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. ‘ઓપનહેઇમર’ પછી ફિલ્મ ‘પૂર થિંગ્સ’ બીજા ક્રમે આવી હતી. જેને 11 કેટેગરીમાં નોમિનેશન મળ્યું. અભિનેતા લિયોનાર્ડો ડી કેપ્રિયોની ‘કિલર્સ ઓફ ધ ફ્લાવર મૂન’ 10 નોમિનેશન સાથે ત્રીજા સ્થાને હતી. આ સિવાય ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘ટુ કિલ અ ટાઈગર’ને આમાં નોમિનેશન મળ્યું હતું. આ ભારતના એક નાનકડા ગામ પર આધારિત ડોક્યુમેન્ટ્રી છે, જેને કેનેડામાં રહેતી નિશા પાહુજાએ બનાવી છે.
ઓસ્કાર 2024માં રોબર્ટ ડાઉની સાથે અભિનેતા કિલિયન મર્ફીને સર્વશ્રેષ્ઠ અભિનેતા અને ક્રિસ્ટોફર નોલાનને શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો હતો. એમ્મા સ્ટોનની ફિલ્મ પુઅર થિંગ્સ બીજા સ્થાને રહી હતી. તેમજ જ્હોન સીનાએ ઓસ્કાર 2024ના સ્ટેજ પર ન્યૂડ આવીને ઘણી હલચલ મચાવી હતી.
આ સાથે જ દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મ ઓપેનહાઇમરને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. ઓસ્કાર 2024માં ઓપેનહેઇમરને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું હતું. જેમાંથી ફિલ્મે 7માં એવોર્ડ જીત્યા હતા. તેમાં શ્રેષ્ઠ સહાયક અભિનેતા, શ્રેષ્ઠ અભિનેતા, શ્રેષ્ઠ નિર્દેશકનો પણ સમાવેશ થાય છે.
જ્હોન સીના ઓસ્કાર સ્ટેજ પર નગ્ન થઈને પહોંચ્યો હતો
જ્હોન સીનાએ ઓસ્કાર 2024માં ન્યૂડ આવીને બધાને ચોંકાવી દીધા હતા. હોસ્ટ જીમી કિમેલ 50 વર્ષ પહેલા સ્ટેજ પર વાત કરી રહ્યો હતો કે જ્યારે એક એવોર્ડ પ્રેઝન્ટેશન દરમિયાન એક ન્યૂડ મેન એવોર્ડ શો સ્ટેજ પર પહોંચ્યો હતો. આ પછી તેણે કહ્યું કે જો આ સ્ટેજ પર આવું થયું હોત તો કેવું લાગત. બાદમાં જોન સીના સ્ટેજ પર છુપાયેલો જોવા મળ્યો હતો. જિમ્મી અને જ્હોને એક ‘પ્રેંક’ તૈયાર કરી હતી જે કરવાની જ્હોને ના પાડી હતી. આ પછી જ્હોન સીનાએ નગ્ન હોવા છતાં શ્રેષ્ઠ કોસ્ચ્યુમ ડિઝાઇનનો એવોર્ડ આપ્યો. આ દરમિયાન જ્હોને કહ્યું – કોસ્ચ્યુમ જરૂરી છે. બાદમાં જીમી કિમલે તેને પડદામાં લપેટી લીધો.
ડોલ્બી થિયેટરની બહાર પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી યોજાઈ
સેંકડો વિરોધીઓએ ડોલ્બી થિયેટરની બહાર પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કર્યું, ગાઝામાં યુદ્ધવિરામની માગ કરી. પેલેસ્ટાઈન માટેના ફિલ્મ વર્કર્સ, જ્યુઈશ વોઈસ ફોર પીસ એલએ, અદાલાહ જસ્ટિસ પ્રોજેક્ટ અને સીઝફાયર માટે SJ-AFTRA સભ્યોએ પણ રેલી કાઢી હતી.