SURAT

“ઓપરેશન વ્હાઈટ કોલ્ડ્રોન”: સુરત DRI ટીમના વલસાડમાં દરોડા, મલ્ટી સ્ટેટ ડ્રગ નેટવર્કનો પર્દાફાશ

સુરત DRIની ટીમે “ઓપરેશન વ્હાઈટ કોલ્ડ્રોન (“Operation White Cauldron”) હેઠળ વલસાડમાં એક ગુપ્ત અલ્પ્રાઝોલમ ઉત્પાદન ફેક્ટરી પર દરોડા પાડી મલ્ટી સ્ટેટ ડ્રગ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ ચકચારી મામલામાં ડીઆરઆઈના અધિકારીઓએ 22 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરી ચાર આરોપીઓની ધરપકડ કરી છે.

સુરત DRIના સૂત્રોના જણાવ્યા મુજબ “સિન્થેટિક ડ્રગ્સના ઉત્પાદનને મોટો ફટકો આપતા , ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) એ ગુજરાતના વલસાડમાં ગુજરાત સ્ટેટ હાઇવે (SH) 701ની નજીક , ઓછી વસ્તીવાળા વિસ્તારમાં સ્થિત એક ગુપ્ત ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. આ ફેક્ટરી NDPS એક્ટ , 1985 હેઠળ સાયકોટ્રોપિક પદાર્થ અલ્પ્રાઝોલમના ઉત્પાદનમાં સામેલ હતી .

  • વલસાડમાં એક ગુપ્ત અલ્પ્રાઝોલમ ઉત્પાદન ફેક્ટરીનો પર્દાફાશ કરી DRI એ 22 કરોડના ડ્રગ્સ સાથે ચારની ધરપકડ કરી
  • તેલંગાણાથી ડ્રગ ખરીદવા આવેલા એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી.

“ઓપરેશન વ્હાઈટ કોલ્ડ્રોન” (“Operation White Cauldron”) નામના આ ઓપરેશનમાં રૂ. 22 કરોડની કિંમતનો અલ્પ્રાઝોલમ જપ્ત કરવામાં આવ્યો અને ચાર વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં માસ્ટરમાઇન્ડ, ફાઇનાન્સર, ડ્રગની ખેપની ડિલિવરીઓ મેળવનાર અને ઉત્પાદકનો સમાવેશ થાય છે.

ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે DRI અધિકારીઓએ ઓળખાયેલ ઉત્પાદન એકમ પર ગુપ્ત દેખરેખ રાખી હતી. તા. 4 નવેમ્બર 2025ના રોજ એક ઝડપી અને સંકલિત દરોડો પાડવામાં આવ્યો. જેના પરિણામે મોટા પાયે ગેરકાયદેસર ઉત્પાદન એકમનો પર્દાફાશ થયો હતો.

ગુપ્ત માહિતીના આધારે DRIએ આ વર્ષે ચાર ગુપ્ત ડ્રગ ઉત્પાદન સુવિધાઓનો પર્દાફાશ કર્યો છે. જે નાગરિકોને માદક દ્રવ્યો અને માનસિક પદાર્થોના જોખમથી બચાવવા માટે ડ્રગ મુક્ત ભારત માટેના સરકારના અભિયાન પ્રત્યે તેની સતત સતર્કતા , કાર્યકારી શ્રેષ્ઠતા અને અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.

સુરત DRI એ વિપુલ પ્રમાણમાં ડ્રગનો જથ્થો જપ્ત કર્યો

  • 9.55 કિલો અલ્પ્રાઝોલમ (તૈયાર સ્વરૂપમાં),
  • 104.15 કિગ્રા અલ્પ્રાઝોલમ (અર્ધ-તૈયાર સ્વરૂપમાં)
  • 431 કિલો કાચો માલ જેમાં પી-નાઈટ્રોક્લોરોબેન્ઝીન , ફોસ્ફરસ પેન્ટાસલ્ફાઇડ , ઇથિલ એસિટેટ અને હાઇડ્રોક્લોરિક એસિડ જેવા મુખ્ય રસાયણોનો સમાવેશ થાય છે.
  • રિએક્ટર , સેન્ટ્રીફ્યુજ , ઔદ્યોગિક રેફ્રિજરેશન યુનિટ અને હીટિંગ મેન્ટલ સહિત સંપૂર્ણ ઔદ્યોગિક-સ્તરીય પ્રક્રિયા સેટઅપનો સમાવેશ થાય છે

ઉત્પાદિત અલ્પ્રાઝોલમ તેલંગાણામાં તાડી સાથે ભેળવવા માટે મોકલવામાં આવી રહ્યું હતું.
ડીઆરઆઈ.ની આ કાર્યવાહીમાં અલ્પ્રાઝોલમના ઉત્પાદન અને ધિરાણ સાથે સીધી રીતે સંકળાયેલા બે મુખ્ય વ્યક્તિઓ અને ઉત્પાદનમાં તેમને મદદ કરનાર એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ તેલંગાણાથી ડ્રગ ખરીદવા આવેલા એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેનાથી ધરપકડનો કુલ આંકડો ચાર થયો હતો.

પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ઉત્પાદિત અલ્પ્રાઝોલમ તેલંગાણામાં તાડી સાથે ભેળવવા માટે મોકલવામાં આવી રહ્યું હતું. નોંધનીય છે કે ડીઆરઆઈએ ઓગસ્ટ 2025માં આંધ્રપ્રદેશના અનાકાપલ્લે જિલ્લાના અચ્યુથપુરમમાં સમાન અલ્પ્રાઝોલમ ઉત્પાદન એકમનો પર્દાફાશ કર્યો હતો. જપ્ત કરાયેલ 119.4 કિલો અલ્પ્રાઝોલમ પણ તેલંગાણામાં તાડી સાથે ભેળવવા માટે મોકલવામાં આવી રહ્યું હતું.

Most Popular

To Top