Gujarat

સુરતમાં 66.93 કરોડના સાયબર ફ્રોડમાં માત્ર 6.76 કરોડ રીકવર

ગાંધીનગર : સુરત શહેરમાં છેલ્લા બે વર્ષ સાયબર ફ્રોડ અને ડિજિટલ એરિસ્ટના કુલ 508 કેસ નોંધાયા છે જે 66,93,10,941 કરોડની રકમ ફ્રોડ થયાની ફરિયાદ નોંધાઈ છે. સરકાર દ્વારા વિધાનસભા આપેલી વિગત મુજબ રાજ્ય છેલ્લા બે વર્ષ 31મી જાન્યુઆરી 2026ની સ્થિતિએ સુરત શહેર સાયબર ક્રાઇમ સુરત પોલીસ મથક 165 સહિત સુરત શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન મળી કુલ 508 જેટલી સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના કેસ કુલ 66,93,10,941 કરોડની ફરિયાદ નોંધાઈ છે. સુરત નોંધાયેલા કેસ પૈકી 385 ગુના 680 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને તેમની પાસેથી 6,76,27,653 કરોડની રકમ રિકવર કરવામાં આવી છે.

સુરત નોંધાયેલા સાયબર ફ્રોડના ગુના

સરથાણા 24 – કાપોદ્રા 13
વરાછા 15 – લિંબાયત 19
ગોડાદરા 18 – લાલગેટ 11
ચોક બજાર 13 – કતારગામ 12
અઠવા 17 – ખટોદરા 13
પાંડેસરા 12 -રાંદેર 16
અડાજણ 12 -અમરોલી 21
ઉત્રાણ 14 – ડિંડોલી 22
સચિન જીઆઇડીસી 11

Most Popular

To Top