અમદાવાદ: સરકારના પ્રવર્તમાન નિયમો તેમજ મળેલી મંજૂરીને પગલે વર્ષ 2026-27 માટે 3 નવી સંસ્થાઓના એમબીએ કોર્સની 25% બેઠકો ઉપર પ્રવેશ કાર્યવાહી શરૂ થઈ છે. જે 1 ફેબ્રુઆરી 2026 સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ત્રણ નવી સંસ્થાઓના એમબીએ કોર્સની કુલ 610 બેઠકો ઉપલબ્ધ છે. જેમાંથી 25% એસીપીસી બેઠક પ્રમાણે 153 બેઠકો ઉપર પ્રવેશ સમિતિ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
CAT 2025 પરીક્ષા આપેલી તેમજ જરૂરી પ્રવેશ લાયકાત ધરાવતા ઉમેદવારો 1 ફેબ્રુઆરી 2026 સુધી પ્રવેશ સમિતિની વેબસાઈટ પર ઓનલાઇન રજીસ્ટ્રેશનની કાર્યવાહી કરી શકશે. સમગ્ર પ્રવેશ પ્રક્રિયા ઓનલાઇન કરવાની રહેશે.