ગાંધીનગર: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો ભરવાનો આવતીકાલ તારીખ 16 ડિસેમ્બરથી પ્રારંભ થશે, જે ૩૦મી ડિસેમ્બર 2025 સુધી ભરી શકાશે.
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ આર.આર. વ્યાસે જણાવ્યું હતું કે, ડિગ્રી એન્જિનિયરિંગ, ડિપ્લોમાં ડીગ્રી, ફાર્મસી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માંગતા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ-એબીના ઉમેદવારો માટે લેવામાં આવનાર ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (ગુજકેટ) 2026ની પરીક્ષા માટે ઓનલાઇન આવેદનપત્રો બોર્ડની વેબસાઈટ પરથી આવતીકાલ તારીખ 16થી 30 ડિસેમ્બર 2025 દરમિયાન ભરી શકાશે. ગુજકેટની પરીક્ષા ફી રૂપિયા 350 ઓનલાઇન ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટબેન્કિંગ દ્વારા ભરી શકાશે. ફી ભર્યા બાદ સંપૂર્ણ આવેદનપત્ર ફરજિયાત ભરવાનો રહેશે.