કોલકાતા: ગીતા જયંતિ (Gita Jayanti) નિમિત્તે આજે રવિવારે કોલકાતાના (Kolkata) બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે સામૂહિક ગીતા પઠન કરવામાં આવશે. અખિલ ભારતીય સંસ્કૃત પરિષદ અને મોતીલાલ ભારત તીર્થ સેવા મિશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં (Event) એક લાખથી વધુ લોકો એકસાથે ગીતાનો પાઠ કરશે. આ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવાના હતા, પરંતુ હવે તેઓ આવી શકશે નહીં. ત્યારે તેઓએ પત્ર (Letter) લખી કાર્યક્રમની પ્રશંસા કરી છે.
કોલકાતામાં યોજાનારા આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વિશ્વભરમાંથી 300થી વધુ સંતો કોલકાતા પહોંચ્યા છે. કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોએ ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી હતી. તેમજ કાર્યક્રમના આયોજક સ્વામી નિર્ગુણાનંદે જણાવ્યું હતું કે 5-5 હજાર લોકોના 20 બ્લોક બનાવવામાં આવ્યા છે. આ સાથે જ કાર્યક્રમ દ્વારા ગીનીસ રેકોર્ડ પર પણ નજર રાખવામાં આવી રહી છે. ઈવેન્ટના આયોજકોએ જુલાઈમાં જ તેનું આયોજન કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી હતી.
દ્વારકાના શંકરાચાર્ય કોલકાતા પહોંચ્યા
આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડાપ્રધાન મોદી, શંકરાચાર્ય, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, રાજ્યપાલ સી.વી. આનંદ બોઝ તેમજ કોલકાતા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સહિત સાંસદો, ધારાસભ્યો, નિર્દેશકો અને શૈક્ષણિક સંસ્થાઓના વાઇસ ચાન્સેલરોને આમંત્રણ પત્રો મોકલવામાં આવ્યા છે. ત્યારે આ પ્રસંગે દ્વારકાના શંકરાચાર્ય કોલકાતા પહોંચી ગયા છે.
વડાપ્રધાને પત્ર લખી કરી પ્રશંસા
પીએમ મોદી પહેલા પોતે જ આ કાર્યક્રમનો ભાગ બનવાના હતા. પરંતુ સંજોગોવસાત તેઓ આવી શકે તેમ નથી. આ કારણે તેમણૈ સંદેશો મોકલી આ કાર્યક્રમની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના સંદેશમાં લખ્યું છે કે કોલકાતાના પરેડ ગ્રાઉન્ડમાં આયોજિત ‘લોક્યોર કોંથે ગીતાર પાઠ’ કાર્યક્રમ ખૂબ જ પ્રશંસનીય છે. જેનું આયોજન સનાતન સંસ્કૃતિ, સંસદ, મતિલાલ ભારત તીર્થ સેવા મિશન આશ્રમ અને અખિલ ભારતીય સંસ્કૃત પરિષદ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમ આપણો સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, જ્ઞાન, તત્વજ્ઞાન-આધ્યાત્મિક બુદ્ધિ, સમાવેશ, સાંસ્કૃતિક વિવિધતા અને સંવાદિતાનું મિશ્રણ છે. શ્રીમદ ભાગવત ગીતા મહાભારતકાળથી લઈને આઝાદી સુધી અને અત્યારે પણ સર્વેને પ્રેરણા આપે છે. તેમજ ગીતા સૌને અર્થપૂર્ણ જીવન જીવવાની દિશા બતાવે છે. તેમજ જીવનના પડકારોનો સામનો કરવાનું શીખવે છે. માટે આ કાર્યક્રમ ખુબ જ પ્રશંસનીય છે.