Dakshin Gujarat

અંકલેશ્વરનાં નર્મદા બ્રિજ પર પ્રેમીએ પ્રેમિકા સામે જ લગાવી મોતની છલાંગ

અંકલેશ્વર: અંકલેશ્વર(Ankleshwar)માં આપઘાત(Suicide)ની ઘટના સામે આવી છે. જેમાં પ્રેમિકા અને પ્રેમી(Lovers) બંને ગઈ કાલે રાતનાં સમયે નર્મદા નદી(Narmada River)માં મોતની છલાંગ લગાવવા પહોચ્યા હતા. જ્યાં પ્રેમીએ પોતાની પ્રેમિકા સામે મોતની છલાંગ લગાવી. યુવકે નદીમાં કૂદકો મારતાં જ પ્રેમિકાએ બચાવો બચાવોની બૂમો પાડી હતી. બનાવની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ યુવકની શોધખોળ હાથ ધરી હતી.

પ્રેમી સામે પ્રેમિકાએ કુદકો માર્યો
અંકલેશ્વરના જીઆઈડીસી કોસમડી ગામમાં 24 વર્ષીય યુવક પુષ્પરાજ પ્રજાપતિ રહેતો હતો. પુષ્પરાજને બે મહિના પહેલાં જ MPની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. જેથી એ યુવતી તેનાં માતા-પિતાને છોડીને પુષ્પરાજ સાથે અંકલેશ્વરના કોસમડી ગામમાં તેની સહમતીથી રહેવા આવી ગઈ હતી. આ દરમિયાન કોઈ અણગમ્ય કારણસર ગતરાત્રિના રોજ બંને પ્રેમી-પ્રેમિકા નર્મદા બ્રિજ પર આપઘાત કરવા પહોંચી ગયા હતા. જ્યાં પ્રેમી પુષ્પરાજે તેની પ્રેમિકાની સામે જ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જેના કારણે ચકચાર મચી જવા પામી હતી.

પ્રેમીને નદીમાં ડૂબતા જોઈ બચાવ બચાવ બૂમો પાડી
આ સમયે પ્રેમીને નર્મદામાં ગરકાવ થતાં જોઈને ગભરાઈ ગયેલી યુવતીએ જોર જોરથી બચાવો બચાવોની બૂમો પાડવા લાગી હતી. યુવતીનું જોરજોરથી અવાજ સાંભળી આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે આવી પહોંચેલા સ્થાનિકોએ બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી.પોલીસે તપાસ હાથ ધરી યુવતી પાસેથી ઘટના અંગેની માહિતી સંભાળી પોલીસ મથકે મોકલી આપી હતી. ત્યાર બાદ પોલીસે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને બોલાવી યુવકને શોધવાની કવાયાત હાથ ધરી હતી. જો કે સતત 12 કલાક સુધી યુવાનની શોધખોળ કરવામાં આવી હોવા છતા તેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ તરફ યુવતીને અંકલેશ્વર શહેર પોલીસ મથકે લઈ જવામાં આવી હતી

નર્મદા બ્રીજ સ્યુસાઈડ પોઈન્ટ
ઉલ્લેખનીય છે કે, વીસ દિવસ અગાઉ નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં એક યુવતીએ અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી. જોકે નર્મદા નદીમાં ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે આ યુવતી વહેતા પાણીમાં તણાવા લાગી હતી. આ સમયે ત્યાં હાજર નાવિકોએ તાત્કાલિક આ યુવતીને તણાતી બચાવી લઈને બહાર કાઢીને ૧૦૮ મારફતે સારવાર કરવા હોસ્પિટલમાં ખસેડી હતી. જ્યારે અન્ય એક કિસ્સામાં ઝગડીયા તાલુકાના ઉમલ્લા ગામના ૫૫ વર્ષીય ઈસમ ઘરેથી ગુસ્સામાં નીકળ્યા બાદ એકટીવા મૂકીને સરદાર બ્રિજ પરથી નર્મદામાં ઝંપલાવ્યું હતું. જેમનો મોડી સાંજે પરત ના ફરતા અંતે પરિવાર શોધખોળ કરતા નર્મદા નદીમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.

Most Popular

To Top