Gujarat

કોંગ્રેસમાં ઘમાસાણ! ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ અન શખ્સ ત્રણ ઉમેદવારોના ફોર્મ લઇને ભાગી ગયો

અમદાવાદ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ચુક્યા છે, અને વિવિધ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો (CANDIDATES)ને ટિકિટ આપવાથી લઇ ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખની તડામાર તૈયારીઓમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં ભાજપના તમામ ઉમેદવારોના ફોર્મ તો ભરાય ચુક્યા છે, પણ કોંગ્રેસને અડચણો આવી રહી છે. જેંમાં અમદાવાદમાં એક અજાણી વ્યક્તિ કોંગ્રેસના 3 ઉમેદવારોના ફોર્મ ચોરી કરી પલાયન થઇ જતા ઉહાપોહ મચી જવા પામી છે.

એક તરફ કોંગ્રેસમાં છેલ્લે સુધી કોને ટિકિટ આપવી કોને ના આપવી જેવી અનેક શંકા-કુશંકાઓ ચાલી રહી હતી, તેમાં પણ ભૂતકાળના અનુભવો જોતા કોંગ્રેસ દ્વારા ફોર્મમાં ભૂલ ન કરવાની પણ ખાસ તકેદારી લેવાની જરૂર ઉભી થઇ પડે છે ત્યાં જ આ તમામ ફેક્ટર ધ્યાને લઇ છેલ્લી ઘડી સુધી નામો જાહેર ના થતા કોંગ્રેસમાં ઉત્સાહનો પણ અભાવ હતો, એવામાં અમદાવાદના જોધપુર વોર્ડમાં આ વિચિત્ર ઘટના પ્રકાશમાં આવતા હાલ ચર્ચાએ જોર પકડ્યું છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના જોધપુરમાં એક બે નહીં પણ એક સાથે ત્રણ ઉમેદવારોના ફોર્મ ગુમ થઇ ગયા હતા. જાણવા મળ્યું છે કે એક ટિકિટ (TICKET) અપેક્ષિત વ્યક્તિ આ ત્રણે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ લઇ ફરાર થઇ ગયો હતો. ત્યારે હવે આ ત્રણ ઉમેદવારો પણ જોધપુરના વોર્ડ 3 માંથી ચૂંટણી લખવા માટે અક્ષમ બન્યા છે.

આ તમામ ઉમેદવારો દ્વારા ગુમ થયેલા ફોર્મ ફરી ભરવા માટે હાથ-પગ મારવામાં આવી રહ્યા છે, જો કે એ પણ ચર્ચા છે કે આ તમામ ઉમેદવારો આ ઘટના બાદ માત્ર મરણીયા પ્રયાસ કરી રહ્યા છે. અને નવા ફોર્મ તેમજ દસ્તાવેજ સહિત એકત્રીકરણની કામગીરી માટે પણ મત-મોટાવ છે. આવામાં જો સમય મર્યાદા પહેલા આ ઉમેદવાર ફોર્મ ભરવામાં રહી જાય તો જોધપુર વોર્ડની આ 3 બેઠક પર ભાજપની જીત પહેલાથી જ નિશ્ચિત થઇ જશે એમાં કોઈ બેમત નથી.

બીજી તરફ અમદાવાદમાં એન.સી.પીનું ગઠબંધન સામે આવ્યું છે. જેમાં કોંગ્રેસ અને એન.સીપી સાથે મળીને બીજેપી સામે લડત આપશે. આ બીડું કુબેરનગર વોર્ડમાં એનસીપીના નેતા નિકુલસિંહ તોમરને કોંગ્રેસ પક્ષે આપ્યું છે. અને આ વોર્ડમાં કોંગ્રેસે એનસીપીના જગદીશ મોનાની, અમિબહેન ઝા, ઉર્મિલા પરમારને ઉમેદવાર બનાવ્યા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ કેટલી સીટ મેળવી શકે છે તે પણ એક પશ્નાર્થ છે..

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top