Dhurandhar 2ને લઈને ચાલી રહેલી પ્રોપેગેન્ડાની ચર્ચાઓ વચ્ચે ફિલ્મમાં જમિલ જમાલીનો રોલ કરનાર અભિનેતા Rakesh Bediએ સ્પષ્ટ પ્રતિભાવ આપ્યો છે,ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, પણ સાથે સાથે ટીકા પણ ઝીલવી રહી છે
તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં Rakesh Bediએ કહ્યું કે તેઓ રાજકારણમાં માનતા નથી અને ફિલ્મને મનોરંજન તરીકે જોવી જોઈએ, તેમણે જણાવ્યું, કે “દરેક વ્યક્તિને ફિલ્મ પસંદ કરવાની કે નાપસંદ કરવાની પૂરી છૂટ છે, પરંતુ કોઈ ફિલ્મને સીધી રીતે ‘સત્તા સમર્થક’ કે ‘સત્તા વિરોધી’ ગણાવવી યોગ્ય નથી. મહત્વની વાત એ છે કે લોકો ફિલ્મને ખૂબ પસંદ કરી રહ્યા છે.
‘ઇંદિરા ગાંધી અને મોદી પર ફિલ્મો પણ નહોતી ચાલી’ : આલોચનાઓ વચ્ચે Rakesh Bediએ તાજેતરમાં આવેલી કેટલીક બાયોપિક્સનો ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યું, “તાજેતરમાં Indira Gandhi અને Narendra Modi પર ફિલ્મો આવી હતી, પરંતુ તે ફિલ્મો બે દિવસ પણ ચાલી શકી નહોતી, ‘ધુરંધર 2’ની રાઇટિંગ અને સ્ક્રીનપ્લે ખૂબ જ મજબૂત છે, અને આવી ભવ્ય ફિલ્મ લોકો પહેલા ક્યારેય જોયી નથી”
ફિલ્મ માટે અદ્ભુત ક્રેઝ : ફિલ્મની સફળતા વિશે વાત કરતાં Rakesh Bediએ જણાવ્યું કે તેઓએ પોતાના કારકિર્દીમાં આવી દીવાનગી ક્યારેય નથી જોઈ. તેમના મુજબ, “લોકોમાં જે ઉત્સાહ અને જુસ્સો જોવા મળી રહ્યો છે, તે અસાધારણ છે. આવી ક્રેઝ ભાગ્યે જ કોઈ ફિલ્મ માટે જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે Dhurandhar 2માં Ranveer Singh મુખ્ય ભૂમિકામાં છે અને ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે ૧૦૦ કરોડથી વધુની ઓપનિંગ સાથે ઈતિહાસ રચ્યો છે અને પેઇડ પ્રિવ્યુ સાથે મળીને લગભગ ૧૬૦ કરોડની કમાણી કરી છે. ફિલ્મને લઈને ચર્ચાઓ ગરમ છે, પરંતુ દર્શકોનો ઉત્સાહ બતાવે છે કે ‘ધુરંધર 2’ હાલમાં સિનેમાઘરોમાં રાજ કરી રહી છે.