National

ઓમકારેશ્વરમાં નર્મદા પરનો ઝૂલતા પુલનો તૂટ્યો તાર , મોરબી જેવી દુર્ઘટના ટળી ગઈ

નવી દિલ્હી : મધ્યપ્રદેશના ખંડવા સ્થિત પ્રસ્સિધ તીર્થ ધામ ઓમકારેશ્વર (Omkareshwar) જ્યોતિર્લિંગના (Jyotirlinga) નર્મદા નદી (Narmada River) ઉપર બનેલા ઝૂલતા પુલનો (Suspension Bridge) તાર તૂટવાની ઘટના બનતા લોકોના જીવ અધ્ધર થયા હતા. ઘટના મંગળવારે મોડી રાતે બની હતી. અને બુધવારે સવારે લોકોએ તંત્રને ઘટનાની જાણ થઇ હતી.જિલ્લા પ્રશાસને ઘટનાની ગભીરતાને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહારને થંભવી દીધો હતો અને અને એક્સપર્ટની ટીમ તાબડતોડ બોલવીને ક્ષતિ ગ્રસ્ત પુલના વાયરને રીપેર કરવાની કામગીરી શરુ કરી હોવાના હવાલો પણ પ્રાપ્ત થયા છે. જો લોકોએ તંત્રને તુરંત જાણ ન કરી હોત તો કદાચ મોરબીના પુલ (Morbi Bridge) જેવી દુર્ઘટના બની હોત પરંતુ હવે તંત્રએ રિપરરિંગની કામગીરી શરુ કરી દેતા લોકોએ રાહતનો દમ લીધો છે.

આ વાયર એ જ કસવાની જગ્યાએથી ઉખડી ગયો
તમને જણાવી દઈએ કે આગામી દિવસોમાં શિવરાત્રીનો તહેવાર છે આવી સ્થિતિમાં જ્યોતિર્લિંગ ઓમકારેશ્વરમાં વધુ ભીડ જોવા મળે છે. જો ટૂંક સમયમાં તેને સુધારવામાં નહીં આવે તો મંદિરમાં દર્શનાર્થે આવતા ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. મળતી માહિતી મુજબ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ સ્થળ પર નર્મદા નદી પર ઝૂલતો પુલ બનાવવામાં આવ્યો છે. તેનો એક તાર તૂટી ગયો. આ વાયર સસ્પેન્શન બ્રિજને ધાર સાથે બાંધી રાખવા માટે ઉપયોગમાં લેવાતા ઘણા વાયરમાંથી એક હતો. વાયર ઉપલા બીમને પકડી રાખવાનું કામ કરે છે જે પુલને સસ્પેન્ડ કરે છે. જમણી બાજુના પુલના કિનારે જે ઝૂલો સજ્જડ હતો. આ વાયર એ જ કસવાની જગ્યાએથી ઉખડી ગયો. જો કે સવાર સુધી તેના પર વાહનવ્યવહાર ચાલુ હતો, તેમ છતાં તકેદારીના ભાગરૂપે પોલીસે હાલ પૂરતો તેના પરનો ટ્રાફિક બંધ કરી દીધો છે.

વારે જોરદાર અવાજ સાથે વાયર તૂટવાથી ચારેબાજુ ગભરાટ ફેલાયો
ઓમકારેશ્વરના રણજિત વર્માએ જણાવ્યું હતું કે ઝૂલતા પુલના ત્રણ સ્પાન તૂટવાને કારણે બુધવારે પુલ પર યાત્રાળુઓ અને પ્રવાસીઓની અવરજવર બંધ કરી દેવામાં આવી છે. સવારે જોરદાર અવાજ સાથે વાયર તૂટવાથી ચારેબાજુ ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. 2 દિવસ બાદ મહાશિવરાત્રી પર્વ માટે પવિત્ર શહેરમાં મોટી ભીડ એકઠી થવાની હતી. જો આ પ્રકારનો બનાવ મહાશિવરાત્રિ પર્વે બન્યો હોત તો મોરબી બ્રિજ અકસ્માતની ઘટના બની હોત તો મોટી જાનહાનિ થઈ હોત. વહીવટીતંત્રની બેદરકારી પણ સામે આવી છે. મોટા તહેવાર પહેલા ઝુલતા પુલની તપાસ થવી જોઈતી હતી જે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા અને મોટા સ્તરે કરવામાં આવી નથી. જો મહાશિવરાત્રીના તહેવાર પર આ પ્રકારનો અકસ્માત થયો હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત.

પુલ 2004માં બનીને તૈયાર થયો હતો
આ પુલ 2004માં એનએચડીસી દ્વારા બનાવવામાં આવ્યો હતો, જે એજન્સી ઓમકારેશ્વર ડેમનું નિર્માણ કરે છે અને તેની જાળવણી પણ તેઓ કરે છે. માહિતી મળતાં NHDC કંપનીના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બ્રિજની જાળવણી કરતી કંપનીની ઈન્દોર ઓફિસને જાણ કરી હતી.

Most Popular

To Top