ઓલિમ્પિક્સ ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા લૉરેસ વર્લ્ડ બ્રેકથ્રુ એવોર્ડ માટે નોમિનેટ

ટોક્યો ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનારો ભારતીય ભાલા ફેંક ખેલાડી નીરજ ચોપરાને પ્રતિષ્ઠિત લૉરેસ વર્લ્ડ ગેમ્સ એવોર્ડમાં ‘બ્રેકથ્રુ એવોર્ડ’ માટે નોમિનેટ કરાયો છે. આ એવોર્ડ માટે ઇંગ્લેન્ડની મહિલા ટેનિસ ખેલાડી એમા રાડુકાનુ અને રશિયન ટેનિસ સ્ટાર ડેનિલ મેદવેદેવ સહિત છ ખેલાડીઓ રેસમાં છે. આ એવોર્ડ એપ્રિલમાં વર્ચ્યુઅલ સમારોહમાં આપવામાં આવશે.

આ વર્ષે એવોર્ડની સાત કેટેગરી માટે નોમિનેશનલ વિશ્વભરના 1300થી વધુ આગળ પડતા સ્પોર્ટસ જર્નાલિસ્ટ અને બ્રોડકાસ્ટરોએ પસંદ કર્યા છે. વિજેતાની પસંદગી લૉરેસ વર્લ્ડ સ્પોર્ટસ એકેડમી મતદાન દ્વારા કરશે, જેમાં 71 દિગ્ગજ ખેલાડીઓ સામેલ છે. લૉરેસ એવોર્ડ માટે નોમિનેશન મેળવનારો નીરજ ચોપરા મહિલા રેસલર વિનેશ ફોગાટ અને દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકર પછી ત્રીજો ભારતીય છે. વિનસે 2019માં જ્યારે સચિને 2020માં છેલ્લા 20 વર્ષની રમતની શ્રેષ્ઠ ક્ષણ માટે નોમિનેશન મેળવ્યું હતું. સચિનને 2011નો વર્લ્ડકપ જીત્યા પછી સાથી ખેલાડીઓ પોતાના ખભા પર ઉંચકીને મેદાનનું ચક્કર મારે છે તે માટે આ એવોર્ડ મળ્યો હતો.

સચિને જ્યારે આ એવોર્ડ જીત્યો હતો ત્યારે નીરજે પોતાના પરિવારના દબાણથી પોતાની ફિટનેસ સુધારવા જીમ જવાનું શરૂ કર્યુ હતું. બ્રેકથ્રુ એવોર્ડ માટે નીરજની સાથે જ નોમિનેટ થનારાઓમાં બાર્સિલોનાના ફૂટબોલર 19 વર્ષિય પેડરી, ટ્રીપલ જમ્પનો 26 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડનાર યુલીમાર રોજાસ અને ટોક્યો ગેમ્સમાં 200 અને 400 મીટરની સ્વીમીંગ સ્પર્ધામાં બે વાર ચેમ્પિયન કેટી લિડેકીને હરાવનારી સ્વીમર એરીએન ટીટમસનો પણ સમાવેશ થાય છે.

Most Popular

To Top