હથોડા: ઓલપાડની (Olpad) પરિણીતા સાથે એ જ ગામના બે જણાએ (Two People) ઇન્સ્ટાગ્રામ (Instagram) ઉપર મેસેજ દ્વારા મિત્રતા કેળવી એકાંત જગ્યાએ બોલાવી તેની સાથે ફોટા મોબાઇલમાં પાડી લીધા બાદ ફોટા વાયરલ (Viral) કરવાની ધમકી આપી બ્લેકમેલ (Blackmail) કરી બે જણાએ અવારનવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ કોસંબા પોલીસમાં નોંધાઈ છે.મૂળ ભાવનગરની વતની અને હાલ ઓલપાડ ખાતે રહેતી પરિણીતા સાથે ઓલપાડ ખાતે રહેતા રજની ભાવચંદ ધાનાણી અને મુકેશ ધનજી રાદડિયાએ મિત્રતા કેળવીને એકલા મળવું છે તેમ કહી એકાંત જગ્યાએ બોલાવીને પરિણીતા સાથે મોબાઇલમાં ફોટા પાડી લઈ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
પરિણીતાને વિડીયો કોલ કરી ધાકધમકી આપી મજબૂર કરી
બ્લેકમેલ કરી પરિણીતાને રજની ભાવચંદ ધાનાણીની અર્ટિકા ગાડીમાં બેસાડીને કોસંબા પોલીસની હદમાં મોટા બોરસરા ખાતે આવેલી તુલસી હોટલમાં તેમજ શિયાલજ ગામની હદમાં આવેલી હોટલ બાલવાસની પાછળના ફાર્મ હાઉસમાં લઈ જઈ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. અને પરિણીતાને વિડીયો કોલ કરી ધાકધમકી આપી મજબૂર કરી કપડાં ઊતરાવી વિકૃત આનંદ લેતા હતા. આ બાબતની ભોગ બનનાર પરિણીતાએ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કોસંબા પોલીસે બંને આરોપી સામે ફરિયાદ દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.