SURAT

જુની પેન્શન યોજના રદ કરીને સરકારી કર્મચારીઓનું શોષણ કરતી સરકાર

સુરત : નવી પેન્શન યોજનાનાં સ્થાને જૂની પેન્શન યોજના પુનઃ શરૂ કરવાની માંગણી સાથે નેશનલ ઓલ્ડ પેન્શન રિસ્ટોરેશન ફેડરેશન સુરતની આગેવાનીમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ જિલ્લા કલેક્ટર ખાતે સજ્જડ વિરોધ નોંધાવ્યો હતો. તેમજ જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર પાઠવી જુની પેન્શન યોજના શરૂ કરવા માટે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આ વિરોધમાં શિક્ષણ સમિતિની શાળાનાં શિક્ષકો પણ જોડાયા હતા, તેમણે ગ્રેડ પે મામલે ઉગ્ર રજૂઆત કરી હતી.
જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દેખાવ કરી રહેલા શિક્ષકોએ બળાપો ઠાલવતા જણાવ્યું હતુ કે સરકારે જુની પેન્શન યોજના રદ કરીને સરકારી કર્મચારીઓનું શોષણ કરવા જેવું કૃત્ય કર્યું છે.

તેમને વર્ષોથી 4200નો ગ્રેડ પે મળ્યો નથી

સરકારી શિક્ષકો વર્ષો સુધી શાળામાં નિયત પગારમાં નોકરી કરે ત્યારબાદ તેમને નિવૃતિમાં રાહત મળી રહે તેવી પેન્શન યોજના હવે અમલમાં નથી. જેથી જુની પેન્શન યોજના ફરી શરૂ કરવી જોઇએ અને નવી પેન્શન યોજના રદ કરવી જોઇએ. આ ઉપરાંત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં શિક્ષકોએ વિરોધ નોંધાવતા જણાવ્યુ હતુ કે તેમને વર્ષોથી 4200નો ગ્રેડ પે મળ્યો નથી, જે મામલે અનેક રજુઆત કરવામાં આવી હોવા છતા ઉકેલ આવ્યો નથી. આ મામલે શિક્ષકોએ જિલ્લા કલેક્ટર વતી નાયબ કલેક્ટર મિતેષ પટેલને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. શિક્ષક દિનનો મહિમા વર્ણવતા દિવસોના કલાકો પહેલા જ શિક્ષકોએ દેખાવો યોજતા સરકારની દંભી નીતિઓ ઉઘાડી પડી ગઇ છે.

પડતર માંગણીઓનો ઉકેલ લાવવા રજૂઆત
સુરત મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના 4000 કરતા વધુ શિક્ષકો રેલીમાં જોડાશે. શિક્ષક સંઘ દ્વારા 4200ના ગ્રેડ-પેની માંગણી કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા જે પેન્શન યોજના બંધ કરવામાં આવી છે. તે જૂની પેન્શન યોજનાને ફરીથી કર્મચારીઓના હિતમાં મંજુર કરવા માટે માગણી કરવામાં આવી રહી છે.

વારંવાર રજૂઆત
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંઘના સભ્ય જીગ્નેશભાઈ જણાવ્યું કે અમે અત્યાર સુધીમાં 25થી 30 વખત ગાંધીનગર ખાતે રજૂઆત કરીને આવ્યા છે પરંતુ અમારી માંગણી સ્વીકારવામાં આવી નથી જેને કારણે હવે અમે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો આપવાના છે. જેમાં. 17 સપ્ટેમ્બર ના દિવસે માસ સીએલ 22 સપ્ટેમ્બરે પેનડાઉન અને 30 સપ્ટેમ્બર થી ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતારવાના છે.

Most Popular

To Top