આજના સમયનું બે-ત્રણ વર્ષનું ટાબરિયું પણ મોબાઇલમાં ગેમ રમતું નજરે ચઢે છે. એમની તો દુનિયા જ ટીવી અને મોબાઇલમય રહેવાની, કેમકે તેમણે તો નાનપણથી જ આ દુનિયા જોઇ છે. હવે તો નાનેરાઓ સાથે મોટાઓને પણ વર્ચ્યુઅલ ગેમ્સ રમવાનો ચસ્કો વધી રહ્યો છે. જો કે ભારતમાં છેલ્લા અમુક દાયકાથી ગેમિંગ વર્લ્ડ (gaming world) ડેવલપ થયુ છે પરંતુ સંપૂર્ણ વિશ્વનું ચિત્ર જોઈએ તો વિત્યા પાંચ દાયકામાં આર્કેડ્સથી લઈને પ્લે સ્ટેશન સુધી ગેમિંગ ઈન્ડસ્ટ્રીની કાયાપલટ થઈ છે. આજે વિશ્વમાં 2.7 અબજ ગેમર્સના ટેકે વૈશ્વિક ગેમિંગ ઉદ્યોગની આવક 165 ડૉલર પહોંચવાનો અંદાજ છે, એમ વર્લ્ડ ઈકોનોમિક ફોરમના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. તો ચાલો આજે અહીંથી યાદ કરીએ મોબાઇલમાં રમાતી એ ગેમ્સને જેને લોકો કેવા ક્રેઝથી રમે છે અને ક્યારેક રમતા હતા નોકિયા (nokia) ના 1100વાળા મોબાઇલ પર!!
આજની તારીખમાં મોટા ભાગના લોકો પબજી, કોલ ઓફ ડ્યુટી, બેટ્ટલ રોયલ, કેન્ડી ક્રશ, ઝોમ્બી જેવી ગેમ્સ રમે છે. ભારતના શહેરોમાં સાયબર કેફેમાં કાઉન્ટર સ્ટ્રાઈક અને વોરક્રાફ્ટ ડેટા મલ્ટીપ્લેયર માટે યુવાઓની ફેવરેટ ગેમ હતી. આ ગેમની રાષ્ટ્રીય સ્તરે ટુર્નામેન્ટ પણ યોજાતી હતી. ગેમિંગ ઈન્ડસ્ટ્રી કેટલી પણ ડેવલપ થઈ હોય પરંતુ વીડિયો ગેમની વાત કરીએ તો લોકો સુપર મારિયો, કોન્ટ્રા, એડવેન્ચર આઈલેન્ડ, ટેટ્રીઝ, આઈસ ક્લાઈમ્બર અને રોડ ફાઈટરને આજે પણ કોઈ ભૂલી શક્યુ નથી. જે લોકોને મારામારી ટાઈપની ગેમ પસંદ ન હોય તેવા લોકોમાં ઝૂમા, બિજ્વેલ્ડ અને ડૉ.મારીયો જેવી ગેમ ફૅમસ હતી.
એકવીસમી સદીમાં ઈન્ટરનેટ અને મોબાઈલના ટેકે મલ્ટીપ્લેયર ગેમનો ટ્રેન્ડ વધ્યો હતો. કોમ્યુટરમાં બ્લીઝાર્ડની વર્લ્ડ ઓફ વોરક્રાફ્ટ ગેમમાં માસિક 1.4 કરોડ પેઈંગ સબસ્ક્રાઈબર્સ હતા. સમય જતા મોબાઈલમાં ગેમ્સ રમવાનો ક્રેઝ આવ્યો હતો. સ્માર્ટફોનમાં પોકેમોન ગો જેવી ગેમ વર્ષે એક અબજ ડૉલરથી પણ વધુ કમાણી કરતી હતી. ગ્રાન્ડ થીફ ઓટો-5એ ફક્ત ત્રણ દિવસમાં જ એક અબજ ડૉલરની કમાણી કરી હતી. અને પબજી ગેમ માટે તો અંદાજો લગાવો પણ મુશ્કેલ છે.
ભારતમાં પણ વીડિયો ગેમનો ક્રેઝ વધ્યો હતો. વૈશ્વિક સ્તરે સ્પર્ધા તીવ્ર સ્તરે હતી એવામાં વર્ષ 1994માં ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદક કંપની સોનીએ પ્લેસ્ટેશન લૉન્ચ કરીને ગેમિંગ ઈન્ડસ્ટ્રીને એક અલગ જ સ્તરે પહોંચાડ્યુ હતું. આમાં ગેમની કેસેટ નહીં પણ સીડી મૂકવાની હતી. ઈતિહાસમાં આ પહેલી કોનસોલ હતી જેનું વેચાણ 10 કરોડ યુનિટ્સ વેચાયા હતા. ત્યાર બાદ પ્લે સ્ટેશન 2 (ડીવીડી) અને પ્લેસ્ટેશન 3 (બ્લુ-રેઝ) માર્કેટમાં આવ્યુ હતું. માઈક્રોસોફ્ટે બજારમાં એક્સબોક્સને લાવીને ગેમિંગ ઈન્ડસ્ટ્રીમાં એક અલગ જ સ્ટાર્ન્ડડ ઉભુ કર્યુ હતું.