Business

ઈ સ્કૂટર્સમાં આગ લાગવની ઘટના બાદ ઓલા કંપનીની ચિંતા વધી, તાત્કાલિક 1441 સ્કૂટર્સ રિકોલ કર્યા

નવી દિલ્હી: દેશભરમાં ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં (Electric scooters) આગ લાગવાની ઘણી ઘટનાઓ બની રહી છે. થોડા મહિના પહેલા ખૂબ જ ધામધૂમથી લોન્ચ કર્યા પછી ઓલા ઇલેક્ટ્રિકની હવે ચિંતા વધી. ઈ સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટનાઓને કારણે ઓલા ઈલેક્ટ્રિકે (ola electric) 1441 સ્કૂટરને રિકોલ (Recall) કરી રહી છે. આ પહેલા ઓકિનાવા ઓટોટેકે પણ તેના 3215 ઈ સ્કૂટર્સ પાછા ખેંચી લીધા હતા.

  • ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં આગ લાગવાની ઘટનાઓ વધતાં કંપનીએ મહત્વનો નિર્ણય લીધો
  • ઓલા બજારમાંથી ઇલેક્ટ્રિક સ્કૂટરના 1441 યુનિટ પાછા મંગાવ્યા
  • અગાઉ ઓકિનાવા ઓટોટેકે પણ તેના 3215 વાહનો રિકોલ કર્યા હતા
  • સરકારે ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓને જોતા એક પેનલની રચના કરી

26 માર્ચે પુણેમાં ઓલા સ્કૂટરમાં આગ લાગવાની ઘટના પર કંપનીએ કહ્યું કે આ ઘટનાની તપાસ હજુ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ એક અલગ પ્રકારનો કેસ છે. તેથી ઓલા કંપની સાવચેતી તરીકે આગ લાગેલી બેચના તમામ સ્કૂટર્સની વિગતવાર તપાસ કરશે અને તે માટે કંપની સ્વેચ્છાએ 1,441 વાહનોને પાછા બોલાવ્યા છે.

આ અંગે કંપનીએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે કંપનીના સર્વિસ એન્જિનિયર્સ આ સ્કૂટર્સનું પરીક્ષણ કરશે અને બેટરી સિસ્ટમની સંપૂર્ણ તપાસ કરશે. તેઓ બેટરી સાથે જોડાયેલી સિસ્ટમ પર પહેલા તબ્બકાથી છેલ્લા તબ્બકા સુધી કામ કરી રહ્યા છે અને AIS 156 માટે તેનું પરીક્ષણ કરી રહ્યા છે. કંપનીના જણાવ્યા અનુસાર તેમના સ્કૂટર યુરોપિયન સ્ટાન્ડર્ડ ECE 136 સાથે પણ સુસંગત છે.

તાજેતરમાં ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. તેથી ઈલેક્ટ્રિક સ્કૂટરના ઉત્પાદકોએ તેમના વાહનો પાછા બોલાવવા પડી રહ્યા છે. ઓલા ઈલેક્ટ્રિક પહેલા પણ ઓકિનાવા ઓટોટેકે 3215 એકમો પાછા બોલાવ્યા છે. તે જ સમયે PureEV એ પણ લગભગ 2,000 યુનિટ પાછા બોલાવ્યા હતા.

ઈલેક્ટ્રિક સ્કૂટરમાં આગ લાગવાની ઘટનાઓને જોતા સરકાર દ્વારા એક પેનલની રચના કરવામાં આવી છે. આ સાથે કંપનીઓને પણ ચેતવણી આપવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ અને નીતિ આયોગના સીઇઓ અમિતાભ કાંતે આ મહિનાની અંત સુધીમાં EV કંપનીઓને વાહનોના તમામ ખામીયુક્ત બેચ પાછા બોલાવવા જણાવ્યું છે.

Most Popular

To Top