World

તેલ,યુદ્ધ અને બોમ્બ! હોર્મુઝ પર અમેરિકાનો મોટો નિર્ણય

હોર્મુઝ પર અમેરિકા ના 5,000 પાઉન્ડ બોમ્બથી હુમલો,ઈરાન કંપી ઉઠ્યું

મધ્ય પૂર્વમાં વધતી તણાવપૂર્ણ પરિસ્થિતિ વચ્ચે અમેરિકાએ હોર્મુઝ જળમાર્ગ નજીક ઈરાનના મિસાઇલ ઠેકાણાઓ પર શક્તિશાળી હવાઈ હુમલો કર્યો છે. અમેરિકન સેનાએ જણાવ્યું છે કે આ હુમલામાં 5,000 પાઉન્ડ વજનના ‘બંકર બસ્ટર’ બોમ્બનો ઉપયોગ કરવામાં આવ્યો, જે અત્યંત મજબૂત અને જમીન હેઠળના લક્ષ્યોને નષ્ટ કરવા માટે જાણીતા છે.


અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ અનુસાર, ઈરાનના દરિયાકાંઠા પાસે આવેલા મિસાઇલ સાયટ્સ પર આ હુમલો સફળ રહ્યો. આ મિસાઇલ સિસ્ટમ્સ હોર્મુઝ જળમાર્ગમાં પસાર થતી આંતરરાષ્ટ્રીય જહાજરાણીને જોખમરૂપ બની રહી હતી. મહત્વપૂર્ણ છે કે ઈરાને તાજેતરમાં હોર્મુઝ જળમાર્ગ બંધ કર્યો હતો, જે વિશ્વના લગભગ 20% તેલ વહન માટે મુખ્ય માર્ગ છે. આ પગલાને કારણે વૈશ્વિક ઊર્જા બજારમાં ભારે ઉથલપાથલ મચી છે અને તેલના ભાવોમાં ઉછાળો આવ્યો છે.

અમેરિકાનો આ હુમલો એ સમયે આવ્યો છે જ્યારે તેના પરંપરાગત સાથી દેશો, જેમાં NATO પણ સામેલ છે,એ હોર્મુઝ જળમાર્ગને સુરક્ષિત કરવા માટે સીધી સૈનિક મદદ આપવા ઇનકાર કર્યો છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trumpએ આ મુદ્દે નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે અમેરિકા દુનિયાના હિત માટે કામ કરી રહ્યું છે, છતાં તેને પૂરતો સહયોગ મળતો નથી. તો બીજી બાજુ ઈરાન તરફથી વારંવાર સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે તે પરમાણુ હથિયાર બનાવવાનો કોઈ ઇરાદો રાખતું નથી અને તેનો પરમાણુ કાર્યક્રમ માત્ર ઊર્જા માટે છે.

‘બંકર બસ્ટર’ તરીકે ઓળખાતા આ બોમ્બો ખાસ કરીને જમીન હેઠળના મજબૂત બંકરો અને મિસાઇલ બેઝને નષ્ટ કરવા માટે વપરાય છે. જાણકારી મુજબ, એક બોમ્બની કિંમત અંદાજે $2.88 લાખ જેટલી હોય છે. જો કે વિશ્વસ્તરે વધતી જતી આ ટકરાવની પરિસ્થિતિ હવે વધુ ગંભીર બનતી જઈ રહી છે, અને હોર્મુઝ જળમાર્ગ પર નિયંત્રણ માટેનો સંઘર્ષ વૈશ્વિક અર્થતંત્રને સીધી અસર કરી રહ્યો છે.

Most Popular

To Top