બાલાસોર: ભારતે આજે ઓડિશાના બાલાસોરના (Balasore) દરિયાકાંઠે મધ્યમ અંતરે હવામાં પ્રહાર કરતી મિસાઈલ એર ડિફેન્સ સિસ્ટમનું (Missile air defense system) સફળતાપૂર્વક પરીક્ષણ (Testing) કર્યું છે. જો કે આ સિસ્ટમ ભારતીય સેનાનો એક મહત્વનો ભાગ છે. પરીક્ષણમાં મિસાઈલે લાંબા અંતરથી સીધુ જ લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. આ અંગેની માહિતી ડીઆરડીઓના (DRDO) અધિકારીએ આપી છે. મળતી માહિતી મુજબ આ અગાઉ બુધવારના રોજ ભારતે આંદામાન અને નિકોબારમાં સપાટીથી સપાટી પર પ્રહાર કરતા બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. અધિકારીએ આપેલી જણાકારી મુજબ વધેલી રેન્જની આ મિસાઈલે (Missile) લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું છે. એર ચીફ માર્શલ વીઆર ચૌધરી કેન્દ્ર શાસિત પ્રદેશ (Union Territory) અંદામાન અને નિકોબાર ટાપુઓમાં તૈયારીઓની સમીક્ષા કરવા માટે હાજર રહ્યા હતા.
- હવામાં પ્રહાર કરતી મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ
- સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનવા તરફ ભારત
- ભારતે રશિયા પાસેથી શસ્ત્રોની આયાતમાં 47 ટકાનો ઘટાડો કર્યો
સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટએ (SIPRI) સોમવારે જાહેર કરેલા એક અહેવાલમાં દાવો કર્યો હતો કે 2017-21 દરમિયાન ભારતે તેની કુલ શસ્ત્રોની આયાતમાં 21 ટકાનો ઘટાડો કર્યો હતો. જોકે ત્યારબાદ પણ વૈશ્વિક સ્તરે શસ્ત્રોની આયાતમાં ભારત એકલું જ છે કે જેમાં તેનો હિસ્સો 11 ટકા રહ્યો છે. 2012-2021 દરમિયાન રશિયા સતત ભારતનું સૌથી મોટું શસ્ત્ર સપ્લાયર રહ્યું છે. જો કે આ સમયગાળા દરમિયાન ભારતનો રશિયા પાસેથી શસ્ત્રોની આયાતમાં 47 ટકાનો ઘટાડો થયો છે.
એસઇપીઆરઇ અનુસાર, ભારતના પ્રયાસો સંરક્ષણ ટેક્નોલોજી અને હથિયારોના ક્ષેત્રમાં પોતાને આત્મનિર્ભર બનાવવા માટે ઉઠાવવામાં આવેલા પગલાઓની પુષ્ટિ કરે છે. આ સિવાય ભારત હથિયારોની સપ્લાય માટે પોતાને કોઈ એક દેશ પર નિર્ભર રાખવા માંગતું નથી.