નવી દિલ્હી : ભારતમાં (India) યોજનારા ODI વર્લ્ડ કપ (World Cup) પહેલા એશિયા કપનું (Asia Cup) પાકિસ્તાન અને શ્રીલંકામાં આયોજન થવાનું છે. જોકે આ વર્ષના એશિયા કપની યજમાની પાકિસ્તાન (Pakistan) કરવાનું હતું. પરંતુ BCCI દ્વારા ભારતીય ટીમને પાકિસ્તાનમાં નહીં મોકલવાનો નિર્ણયા લેવામાં આવ્યો હતો. BCCIના આ નિર્ણય પર પર પાકિસ્તાને નારાજગી દર્શાવી હતી. આ દરમિયાન પાકિસ્તાનના ભૂતપૂર્વ બેટ્સમેન જાવેદ મિયાંદાદે (Javed Miandad) ભારતમાં યોજનારી વનડે વર્લ્ડ કપને લઈ ઝેર ઓક્યું છે.
ભારત પાકિસ્તાન ના આવે ત્યાં સુધી પાકિસ્તાને પણ ભારત જવુ જોઈએ નહીં
પાકિસ્તાનના પૂર્વ બેટ્સમેન જાવેદ મિયાંદાદે કહ્યું હતું કે BBCI પોતાની ટીમને જ્યાં સુધી પાકિસ્તાન મોકલવા માટે રાજી ના થાય ત્યાં સુધી ICC વર્લ્ડ કપ તથા અન્ય મેચો માટે પાકિસ્તાને પણ પોતાની ટીમને ભારત મોકલવી જોઈએ નહીં. જણાવી દઈએ કે આ વર્ષે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 15 એક્ટોબરના રોજ એક બીજાની સામ સામે આવી શકે છે.
પાકિસ્તાનની ટીમ 2012 અને 2016માં ભારત ગઈ હતી
જાવેદ મિયાંદાદે કહ્યું કે પાકિસ્તાનની ટીમ 2012 અને 2016માં ભારત ગઈ હતી. હવે પાકિસ્તાન આવવાનો ભારતીય ટીમનો વારો છે. જો ભારતમાં રમવા જવાનો નિર્ણય મારે લેવાનો હોય તો હું કોઈ પણ મેચ કે કોઈ પણ વર્લ્ડ કપ રમવા માટે ભારત જવા તૈયાર ના થાઉં. મિયાંદાદે કહ્યું કે પાકિસ્તાનનું ક્રિકેટ મોટું છે. અમે હજુ પણ ઘુરંઘર ખેલાડીઓને તૈયાર કરી રહ્યા છીએ. તેથી તેમને નથી લાગતું કે જો તે ભારત ન જાય તો તેનાથી ટીમને કોઈ ફરક પડશે. મિયાંદાદ માને છે કે ક્રિકેટ એક એવી રમત છે જે લોકોને નજીક લાવે છે. સાથે ક્રિકેટ દેશો વચ્ચેની ગેરસમજણો અને ફરિયાદોને દૂર કરી શકે છે.
ભારત છેલ્લી વખત પાકિસ્તાન 2008માં ગયું હતું
જાવેદ મિયાંદાદે કહ્યું કે ભારતીય ટીમ છેલ્લી વખત 2008માં એશિયા કપ માટે પાકિસ્તાન આવી હતી. ત્યાર પછી ભારતીય ટીમ પાકિસ્તાન આવી નથી. કારણ કે 2008માં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા મુંબઈ હુમલાની અસર ક્રિકેટ પર પણ જોવા મળી હતી. આ હુમલા પછી ભારત અને પાકિસ્તાનના સંબંધ ખાસ રહ્યા નથી.