Gujarat

ગુજરાતમાં કોરોનાના નવા કેસની સંખ્યા 11,403 પર પહોંચી

ગાંધીનગર: રાજ્ય(GUJARAT STATE)માં કોરોના(CORONA)ના નવા કેસ(NEW CASE)ની સંખ્યા 11,403 પર પહોંચી ગઈ છે. મૃત્યઆંકમાં પણ વધારો થયો છે, આજે એક જ દિવસમાં કુલ 117 દર્દીઓ(PATIENT)એ જીવ ગુમાવતા હાહાકાર મચી જવા પામ્યો છે, આજે સુરત મનપામાં સૌથી 28 મૃત્યુ સાથે રાજ્યમાં કુલ મૃત્ય (DEATH) 117 થયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 5494 થયા છે.

આજે થયેલા 117 મૃત્યુમાં સુરત મનપામાં 28, અમદાવાદ મનપા(AMC)માં 23, રાજકોટ મનપા(RMC)માં 7, વડોદરા મનપા(VMC)માં 8, સુરેન્દ્રનગરમાં 6, જામનગર મનપામાં 4, ભરૂચ, જામનગર, મોરબી, રાજકોટ ગ્રામ્ય, વડોદરા ગ્રામ્યમાં 3-3, બનાસકાંઠા, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, મહેસાણા અને સુરત (SURAT) ગ્રામ્યમાં 2-2 અને અમરેલી, આણંદ, અરવલ્લી, ભાવનગર મનપા, બોટાદ, પંચમહાલ, પાટણ અને સાબરકાંઠામાં 1-1 મળી કુલ 117 દર્દીઓના મૃત્યુ થયા છે.

બીજી તરફ આજે 4179 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 3,41,724 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર ધટીને 82.15 ટકા થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન આજે નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 4207, સુરત મનપામાં 1879, વડોદરા મનપામાં 426, રાજકોટ મનપામાં 663, ભાવનગર મનપામાં 124, ગાંધીનગર મનપામાં 138, જામનગર મનપામાં 279 અને જૂનાગઢ મનપામાં 61 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 484, વડોદરા ગ્રામ્યમાં 189, ભરૂચમાં 169, કચ્છમાં 124, જામનગરમાં 110, તાપીમાં 109, ગાંધીનગર ગ્રામ્યમાં 101 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 68,754, વેન્ટિલેટર ઉપર 341 અને 68,413 દર્દીઓ સ્ટેબલ છે.

સોમવારે 1,51,192 વ્યકિતઓને રસી આપવામાં આવી

અત્યાર સુધીમાં- કુલ 89,59,960 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 14,79,244 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 1,04,39,204 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 વર્ષ થી 60 વર્ષના કુલ 72,341 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 69,598 વ્યકિતોઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Most Popular

To Top