Dakshin Gujarat

કાકરાપાર અણુવિદ્યુત મથક ખાતે ઓફ્સાઇડ ઇમરજન્સી મોકડ્રીલ યોજાઈ

વ્યારા: સુરત-તાપી જિલ્લાના સંયુક્ત ઉપક્રમે અણુવિદ્યુત (Nuclear power) મથક (plant) કાકરાપાર ખાતે તાજેતરમાં આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા ઓફ્સાઇડ ઇમરજન્સી મોકડ્રીલ યોજાયું હતુ. પ્લાન્ટ સાઈડ એરિયામાં યુનિટ-1માંથી રેડીએશન ફેલાયા અંગેની ઇમરજન્સી (Emergency) સર્જાઈ હતી. સાઇટ એરિયાથી આઉટ ઓફ કંટ્રોલ થતાં રેડીએશન પબ્લિક એરિયામાં ફેલાયું હતું. જેની જાણ થતા સુરત અને તાપી જિલ્લા વહીવટી તંત્ર ઈમરજન્સીને કંટ્રોલ કરવા કામે લાગ્યું હતું.

જિલ્લા ડિઝાસ્ટર મેનેજર તંત્ર કંટ્રોલ રૂમ ખાતે હાજર
બપોરે ૧૧ કલાકે કલેક્ટર દ્વારા પબ્લિક એરિયામાં રેડીએશન ફેલાતા ઓફસેટ ઇમરજન્સી જાહેર કરાતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું હતું. ઈમરજન્સી અંગે જાણ થતાં જિલ્લા ડિઝાસ્ટર મેનેજર તંત્ર કંટ્રોલ રૂમ ખાતે હાજર રહી તમામ સંબંધિતોને એલર્ટ દેવામાં આવ્યા હતા. ઉચ્છલ ટ્રાફિક કંટ્રોલ ડાયવર્ઝન કરવામાં આવ્યું હતું.ઇમરજન્સી દરમિયાન પ્લાન્ટ એરિયાથી ત્રિજ્યા આકારના વિસ્તારના સેક્ટર એ, બી અને પી સેક્ટરના વરેઠ, ઘંટોલી, ઉંચામાળા, કાકરાપાર અસરગ્રસ્ત થયેલા માંડવી તાલુકાનાં ગામોમાં સુરત જિલ્લા દ્વારા એક્શન લેવામાં આવ્યું હતું.

પરિસ્થિતિને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી
જયારે તાપી જિલ્લાના કોઈપણ ગામ કે વિસ્તારમાં રેડીએશન ફેલાયું ન હતું. ઈમરજન્સી દરમિયાન આરોગ્ય વિભાગ પોલીસ વિભાગ માહિતી વિભાગ, રેવન્યુ વિભાગ, ડીજીવીસીએલ તથા વિવિધ સંબંધિત વિભાગો દ્વારા ભાગ લઈ ઇમર્જન્સીને કંટ્રોલ કરવામાં આવી હતી. ઈમરજન્સીને પહોંચી વળવા કલેક્ટરે વ્યૂહાત્મક પગલાં લઈ પરિસ્થિતિને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. ઇમર્જન્સીને સાંજે ૧૭:૪૫ કલાકે સંપૂર્ણ પરિસ્થિતિને કંટ્રોલ જાહેર કરી મોકડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ હતી.

Most Popular

To Top