ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અજિત ડોભાલે તા.22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદી ઠેકાણાઓ પર ભારત દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે એક મોટું નિવેદન આપ્યું છે.
તેમણે કહ્યું કે આ ઓપરેશન દરમિયાન ભારતને કોઈ નુકસાન થયું નથી. IIT મદ્રાસમાં પોતાના સંબોધન દરમિયાન, ડોભાલે કહ્યું કે વિદેશી મીડિયાએ ઓપરેશન સિંદૂર વિશે ખોટા સમાચાર ફેલાવ્યા હતા. મને એક પણ એવો ફોટો બતાવો જેમાં ભારતને કોઈ નુકસાન થયું હોય.
સ્વદેશી ટેકનોલોજી પર ગર્વ છે:
તેમણે કહ્યું કે ટેકનોલોજી અને યુદ્ધ વચ્ચેનો સંબંધ હંમેશા મહત્વપૂર્ણ રહે છે. અમને ઓપરેશન સિંદૂર પર ગર્વ છે અને અમને ગર્વ છે કે અમે આ ઓપરેશન દરમિયાન સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો.
તેમણે કહ્યું કે અમે પાકિસ્તાનમાં સરહદ પાર 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કરવાનો નિર્ણય લીધો હતો અને તેમાં અમારા બધા લક્ષ્યો સચોટ હતા અને અમે ફક્ત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. આમાં ભારતને કોઈ પણ જાતનું નુકસાન થયું નથી.
તમને જણાવીએ કે, તા.22 એપ્રિલના રોજ પહેલગામ હુમલાના જવાબમાં, ભારતીય સેનાએ તા.7 મેની મોદી રાત્રે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. આ ઓપરેશન હેઠર, ભારતીય સેનાએ પાકિસ્તાન અને pokમાં 9 આતલકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો.
આનથી ગુસ્સે ભરાયેલા પાકિસ્તાની સેનાએ ભારતીય લશ્કરી અને નાગરિક ઠેકાણાઓને નિશાના બનાવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેઓના તમામ પ્રયાસને આપની ભારતીય સેનાને નિષ્ફર બનાવ્યા હતા. સતત ચાર દિવસ સુધી ચાલેલા લશ્કરી મુકાબલા પછી, તા.10મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘યુદ્ધ વિરામ’ જાહેર કરવામાં આવ્યું હતું.