પ્રોજેક્ટના અધિકૃતોને 14 ઓગસ્ટ 2025ની સુનાવણીમાં હાજર રહેવા નોટિસ ફટકારી હતી
બે મહિના પહેલા થયેલી સુનાવણીનો ચુકાદો જાહેર કરાયો નહીં

વડોદરાના એરફોર્સ કર્મી દેવ નંદન ગૌતમે વર્ષ 2014માં NRS પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી 1BHK મકાન બુક કરાવ્યું હતું. તેમણે રૂ. 7.7 લાખ ચૂકવી આ મકાનનું બુકિંગ કરાવ્યું હતું. તે સમયે પ્રોજેક્ટનું નામ ‘સિટી પલ્સ’ હતું, જે પછી બદલાઈને ‘ડવ ડેક 2’ રાખવામાં આવ્યું. પરંતુ આજે દાયકાથી વધુ સમય વીતી ગયો છતાં દેવ નંદન ગૌતમ સહિત અન્ય લોકોને મકાન મળ્યું નથી. આ મામલો રેરા સુધી પહોંચ્યો હતો. રેરાએ બિલ્ડર NRS પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડના અધિકૃતોને 14 ઓગસ્ટ, 2025ના રોજ થનારી સુનાવણીમાં હાજર રહેવા નોટિસ પાઠવી હતી. પરંતુ કંપની તરફથી કોઈ હાજર રહ્યું નહોતું. ત્યારબાદ રેરાએ દેવ નંદન ગૌતમને માહિતી આપી હતી કે હવે ટૂંક સમયમાં ચુકાદો આપી દેવાશે અને વેબસાઇટ તપાસતા રહેવું. જોકે, હવે બે માસથી વધુ સમય વીતી ગયો છે છતાં રેરા તરફથી હજુ સુધી કોઈ નિર્ણય જાહેર થયો નથી. આટલા વર્ષોથી બિલ્ડર દ્વારા આવી બેદરકારી છતાં વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા) તરફથી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉલટું, વુડાએ NRS પ્રોજેક્ટને વારંવાર નવી રજા ચિઠ્ઠીઓ અને રિવાઇઝ મંજૂરી આપીને નવા પ્રોજેક્ટ માટે છૂટ આપી હતી. જેના કારણે દેવ નંદન ગૌતમ જેવા અન્ય ગ્રાહકો પણ બિલ્ડરના ફ્રોડનો ભોગ બન્યા હોવાની શક્યતા છે.
મહત્વનું છે કે રેરાએ અગાઉ પણ NRS પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને બેદરકારી બદલ રૂ. 2.05 લાખનો દંડ ફટકાર્યો હતો. તેમ છતાં કંપનીના માલિક નીમિત સાંગાણી વિરુદ્ધ કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. સાંગાણી અગાઉ પણ અનેક વિવાદોમાં રહેલા છે. આ પ્રોજેક્ટમાં અનેક લોકોએ મકાન માટે બુકિંગ કરાવ્યું છે. પરંતુ આજદિન સુધી કોઈ ગ્રાહકને મકાન મળ્યું નથી કે ચૂકવેલા પૈસા પરત મળ્યા નથી. બિલ્ડર, રેરા અને વુડા એમ ત્રણેય તરફથી ઉકેલ ન મળતાં આ કેસ લાંબા સમયથી અટકેલો છે.
રેરા બિલ્ડર પાસે 10% દંડ સાથે મારી રકમ પરત અપાવે
જાન્યુઆરી 2014માં મેં મકાન માટે બુકિંગ એમાઉન્ટ આપી હતી. આજે 11 વર્ષથી વધુ સમય થઈ ગયો. 2023 સપ્ટેમ્બરથી ઓગસ્ટ 2025 સુધી રેરામાં ધક્કા ખાધા. રેરામાં નિશાંત પારેખ કોઈ છે તેઓ હવે મારો ફોન પણ ઉપાડતા નથી. પછી મને કસ્ટમર કેર નંબર આપવામાં આવ્યો એમાં પણ કોઈ ફોન રીસીવ કરતું નથી. મારી હવે એક જ માંગ છે કે, રેરા બિલ્ડર પાસે 10% દંડ સહિત મને મારી રકમ પરત અપાવે. – દેવ નંદન ગૌતમ, એરફોર્સ કર્મી
વુડાની રહેમ નજર હેઠળ NRS પ્રોજેક્ટને એક જ સાઇટ માટે વારંવાર રિવાઈઝ રજા ચિઠ્ઠી અપાઈ
વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા વડોદરાના આજવા રોડ વિસ્તારમાં આવેલા NRS પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ અનેક ફરિયાદો છે. રેરામાં ફરિયાદ પછી માલિક નિમિત સાંગાણી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. માહિતી મુજબ, નિમિત સાંગાણીએ છેલ્લા દાયકાથી એક જ પ્રકારના બિલ્ડિંગ માટે અલગ અલગ પ્લોટના નામે અને અલગ સર્વે નંબરોના આધારે વુડાના ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી વારંવાર રિવાઈઝ રજા ચિઠ્ઠી મેળવી છે. વિભાગીય સૂત્રોનું કહેવું છે કે એક જ સાઇટ માટે વારંવાર રિવાઈઝ રજા ચિઠ્ઠી મેળવવી અને બાંધકામમાં વિલંબ કરવો શંકાસ્પદ છે. આ પ્રક્રિયા પાછળ ગોઠવણ થઈ હોય એવી શક્યતા છે, જેના દ્વારા બિલ્ડરે લોકો પાસેથી લાખો રૂપિયા લીધા પરંતુ મકાન આપ્યા નહીં. બીજી તરફ વુડાની ભૂમિકા પણ શંકાસ્પદ બની છે. જો રજા ચિઠ્ઠી વારંવાર રિવાઈઝ થઈ રહી હતી, તો વુડાએ સાઇટની તપાસ કેમ ન કરી? શું ટાઉન પ્લાનિંગ વિભાગે બાંધકામમાં વિલંબ કે ગેરરીતિ હોવા છતાં રજા ચિઠ્ઠી મંજૂર કરી હતી? હાલ બહાર આવેલા દસ્તાવેજો મુજબ, એક જ બાંધકામ સાઇટ માટે ત્રણથી વધુ વખત રિવાઈઝ રજા ચિઠ્ઠી અપાઈ છે. વિરુદ્ધ અનેક ફરિયાદો છે. રેરામાં ફરિયાદ પછી માલિક નિમિત સાંગાણી સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. માહિતી મુજબ, નિમિત સાંગાણીએ છેલ્લા દાયકાથી એક જ પ્રકારના બિલ્ડિંગ માટે અલગ અલગ પ્લોટના નામે અને અલગ સર્વે નંબરોના આધારે વુડાના ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી વારંવાર રિવાઈઝ રજા ચિઠ્ઠી મેળવી છે. વિભાગીય સૂત્રોનું કહેવું છે કે એક જ સાઇટ માટે વારંવાર રિવાઈઝ રજા ચિઠ્ઠી મેળવવી અને બાંધકામમાં વિલંબ કરવો શંકાસ્પદ છે. આ પ્રક્રિયા પાછળ ગોઠવણ થઈ હોય એવી શક્યતા છે, જેના દ્વારા બિલ્ડરે લોકો પાસેથી લાખો રૂપિયા લીધા પરંતુ મકાન આપ્યા નહીં. બીજી તરફ વુડાની ભૂમિકા પણ શંકાસ્પદ બની છે. જો રજા ચિઠ્ઠી વારંવાર રિવાઈઝ થઈ રહી હતી, તો વુડાએ સાઇટની તપાસ કેમ ન કરી? શું ટાઉન પ્લાનિંગ વિભાગે બાંધકામમાં વિલંબ કે ગેરરીતિ હોવા છતાં રજા ચિઠ્ઠી મંજૂર કરી હતી? હાલ બહાર આવેલા દસ્તાવેજો મુજબ, એક જ બાંધકામ સાઇટ માટે ત્રણથી વધુ વખત રિવાઈઝ રજા ચિઠ્ઠી અપાઈ છે.