સુરત: લોકો ચોરથી બચવા માટે ઘણા ઉપાયો કરતા હોય છે. ખાસ કરીને કબાટમાં મુકેલી કીમતી વસ્તુઓ સાચવવા માટે કબાટને તાળા મારે છે. પરંતુ સુરતના NRI પરિવારો ચોરથી બચવા માટે જે કરે છે તે તમે ક્યાં જોયું નહિ હોય. સુરતના NRIઓ વિદેશ જતા પહેલા તેમના ઘરોના મોંઘા ફર્નિચરને બચવા માટે કઈંક એવું કામ કરે છે જે જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.
સુરત જિલ્લામાં (Surat) બારડોલી, પલસાણા, કામરેજના તાલુકાઓમાં સૌથી વધુ NRIઓ રહે છે. તેઓ માત્ર થોડા સમય માટે પોતાના વતન આવે છે અને પાછા વિદેશ (Abroad) જતા રહે છે. આ દરમિયાન તેમના વતનમાં રહેલા આલીશાન બંગલાઓ બંધ રહે છે. તેથી ચોરો (Thief) બંધ આલીશાન બંગલા જોઈ ત્યાં ચોરી (Theft) કરવા જાય છે પરંતુ NRIની એક તરકીબને કારણે ચોરો ત્યાંથી ખાલી હાથે પાછા ફરે છે કોઈ પણ જાતનું નુકસાન કાર્ય વગર. હાલમાં પણ આ એક કિસ્સો હરિપુરા ગામમાં થયો હતો. જ્યાં NRIના બંધ મકાનમાં (House) ચોરો ઘુસ્યા હતા. પરંતુ તેઓને ખાલી હાથ પરત ફરવું પડ્યું હતું અને માત્ર કબાટમાં મુકેલ કપડા વેર વિખેર કરી જતા રહ્યા હતાં.
લોકોની આ ભૂલોના કારણે તેમને મોટું નુકસાન થયા છે
વાસ્તવમાં બારડોલીના એક NRIના જણવ્યા અનુસાર, ચોરો બંધ મોટો બંગલો જોઈ કિંમતી ચીજવસ્તુઓની લાલચમાં ઘરમાં ઘૂસે છે. તેમજ કિંમતી વસ્તુઓ માટે તેમની નજર પહેલા જ તિજોરી કે કબાટ પર પડે છે. ઉપરાંત ઘર બંધ હોવાના કારણે લોકો ચોરી થવાના ડરના કારણે તિજોરી અને કબાટ પણ લોક કરીને જાય છે. તેથી ચોરો આ મોંઘા ફર્નિચરને તહેશ નહેશ કરીને તેનું લોકો તોડી ઘર માલિકના માથે નુકસાન ચડાવી દે છે. અંતે ચોરને આ બંધ મકાનમાંથી કઈ પણ મળતું નથી પરંતુ મકાન માલિકને કિંમતી ચીજવસ્તુઓની ચોરી થયા વગર કીમતી ફર્નિચરનું વધારાનું નુકસાન ભોગવવું પડે છે.
આ કારણોથી NRIના ઘરો સુરક્ષિત રહે છે
સુરતના NRIઓ વિદેશમાં રહેતા હોવાના કારણે તેમના ઘરમાં કોઈ કિંમતી ચીજવસ્તુઓ પણ હોતી નથી અને જો કોઈ કિંમતી ચીજવસ્તુ હોય છે તો પણ તે બેંકમાં લોકરમાં મૂકી દે છે. ઉપરાંત તેમના ઘરનું ટીવી પણ તેઓ તેમના સંબધીને ત્યાં મૂકી દે છે. પરંતુ જો ચોર ચોરી કરવા આવે તો તે તેમના કિંમતી ફર્નિચરની તોડફોડ કરીને નુકસાન કરે છે. તેથી સુરતના NRIઓ તેમના કિંમતી ફર્નિચરને બચાવવા માટે તે તિજોરી અને કબાટને લોક માર્યા વગર ખુલ્લા મૂકીને જાય છે. જેથી જો ચોર આવે તો એ કોઈ પણ જાતની તોડફોડ વગર કબાટ ખોલે છે પરંતુ કબાટમાંથી કાંઈ ન મળતા મુકેલ કપડા વેર વિખેર કરી ખાલી હાથે પાછો જતો રહે. તેથી મકાનમાલિકને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય અને તેઓ વિદેશમાં નશ્ચિન્ત રીતે પોતાનું કામ કરી શકે છે. આ ઉપરાંત તેઓ એક વિશ્વાસુ માણસને મકાનની દેખરેખની જવાબદારી સોંપીને જાય છે. જેથી સુરતના NRIના ઘરો પણ સુરક્ષિત રહે છે અને તેમને મોટું નુકસાન થતું નથી.