નવસારી: નવસારી (NAVSARI)-વિજલપોર નગરપાલિકા અને ગણદેવી નગરપાલિકા સહિત જિલ્લા પંચાયતોમાં ભાજપના ઉમેદવારો (BJP CANDIDATES)નાં નામો જાહેર થતાં જ ભાજપી આગેવાનોમાં ખુશીનો માહોલ સર્જાયો છે. નવસારી નગરપાલિકામાં વિજલપોર નગરપાલિકા અને 8 ગામોનો સમાવેશ થતાં જ જિલ્લામાં ચૂંટણીનાં પડઘમો વાગી રહ્યાં હતાં. તો બીજી તરફ શહેરમાં વોર્ડ પ્રમાણે સીમાંકન કરતાં એક વોર્ડ દીઠ 20 હજારથી વધુની વસતીનો સમાવેશ થયો હતો. નવસારી-વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં 13 વોર્ડમાં 52 બેઠક છે.
છેલ્લા થોડા દિવસોથી નવસારી-વિજલપોર નગરપાલિકાની ચૂંટણી (ELECTION)માં અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપના ટિકિટવાચ્છુઓ અંતિમ યાદીની રાહ જોઇ રહ્યા હતા. જેનો આજે અંત આવ્યો છે. બુધવારે સાંજે ભાજપે નવસારી-વિજલપોર નગરપાલિકા, ગણદેવી નગરપાલિકાના ઉમેદવારો અને જિલ્લા પંચાયતના ઉમેદવારોનાં નામો જાહેર થતાં જ ભાજપી આગેવાનોમાં ખુશીની લાગણી ફેલાઇ છે.
ગણદેવી નગરપાલિકાના વોર્ડ પ્રમાણે ઉમેદવાર
વોર્ડ નં.1
1.સારીકાબેન પટેલ
2.ભાવનાબેન નાયક
3.ભાવેશ પટેલ
4.પ્રાણલાલ પટેલ
વોર્ડ નં.2
1.જિગીષાબેન પટેલ
2.ભાનુબેન પટેલ
3.રવુભાઇ પટેલ
4.ચંદ્રકાંત ગાજુલ
વોર્ડ નં.3
1.રેખાબેન હળપતિ
2.મુમતાઝ રંગરેજ
3.અમિત ગજ્જર
4.મુનાફ માસ્તર
વોર્ડ નં. 4
1.પુષ્પાબેન ગરાણીયા
2.સંગીતાબેન કાયસ્થ
3.ધર્મેશભાઇ હળપતિ
4.કલ્પેશકુમાર ઢીમ્મર
વોર્ડ નં. 5
1.સરસ્વતીબેન પટેલ
2.આશાબેન ટેલર
3.નીરવ સગર
4.પિનાકીન પંડ્યા
વોર્ડ નં.6
1.મનિષાબેન તળાવીયા
2.હફસાનાબીબી મુજાવર
3.કેયુરભાઇ વશી
4.રીઝવાનશબ્બીર શેખ
નવસારી-વિજલપોર નગરપાલિકામાં વોર્ડ મુજબ ઉમેદવાર
વોર્ડ નં.1
1.કેયુરીબેન દેસાઇ
2.શોભાદેવી પ્રસાદ
3.જયેશભાઇ નાયકા
4.હિતેષભાઇ ગેવરીયા
વોર્ડ નં.2
1.કૃતિકાબેન પાટીલ
2.ચંદ્રીકાબેન ભોરણીયા
3.રમેશભાઇ વાળા
4.પીયૂષભાઇ ગજેરા
વોર્ડ નં. 3
1.પ્રતિજ્ઞાબેન રાઠોડ
2.સુમનબેન પાંડે
3.અશ્વિનભાઇ કાસુન્દ્રા
4.સરજુભાઇ અજબાણી
વોર્ડ નં.4
1.યશોદાબેન રાઠોડ
2.કલ્પનાબેન રાણા
3.અશ્વિનભાઇ કહાર
4.ધર્મેશ પટેલ
વોર્ડ નં.5
1.જયશ્રીબેન પટેલ
2.લોકેશ આહિર
3.મુકેશ અગ્રવાલ
વોર્ડ નં.6
1.ઉષાબેન પટેલ
2.રૂબીના રંગરેજ
3.પરેશભાઇ પટેલ
4.અમ્રતભાઇ ઢીમ્મર
વોર્ડ નં.7
1.અશ્વિનીબેન મિસ્ત્રી
2.છાયાબેન દેસાઇ
3.જીગીશ શાહ
3.આશિત રાંદેરવાલા
વોર્ડ નં.8
1.સવિતાબેન ચૌધરી
2.નીતીબેન શાહ
3.જગદીશ મોદી
4.નરેશભાઇ પુરોહિત
વોર્ડ નં.9
1.અલ્કાબેન પટેલ
2.જાગૃતિ દેસાઇ
3.ભીખુભાઇ નાયકા
4.શુભમભાઇ મુંડિયા
વોર્ડ નં.10
1.જયાબેન લાંજેવાર
2.રમીલાબેન પટેલ
3.સુનીલ પાટીલ
4.શંકરસિંહ ગિરાસે
વોર્ડ નં.11
1.લીલાબેન ઠાકુર
2.ચંદ્રાબેન ભદોરિયા
3.પરેશ ભારતીયા
4.ગુલાબચંદ્ર તિવારી
વોર્ડ નં.12
1.હસુમતીબેન પટેલ
2.મિનલબેન દેસાઇ
3.ચેતનકુમાર પટેલ
4.ચિરાગ લાલવાણી
વોર્ડ નં.13
1.પ્રીતિબેન અમિન
2.જાગૃતિ શેઠ
3.વિજય રાઠોડ
4.પ્રશાંત દેસાઇ
નવસારી-વિજલપોર પાલિકાના વોર્ડ નં.5માં 1 નામ જાહેર ન થયું
નવસારી : બુધવારે નવસારી-વિજલપોર નગરપાલિકા, ગણદેવી નગરપાલિકા અને જિલ્લા પંચાયતની બેઠક માટેના ઉમેદવારોનાં નામો ભાજપ દ્વારા જાહેર કરાયાં છે. જેમાં નવસારી-વિજલપોર નગરપાલિકાના 13 વોર્ડ પૈકી વોર્ડ નં. 5માં 4 ઉમેદવાર પૈકી 3 ઉમેદવારનાં નામો જાહેર કરાયાં છે. જ્યારે એક સામાન્ય સ્ત્રી બેઠક ઉમેદવારનું નામ જાહેર કરાયું ન હતું.
નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકના ઉમેદવાર
નવસારી : બુધવારે નવસારી જિલ્લા પંચાયતની 30 બેઠકના ઉમેદવારોનાં નામો ભાજપ દ્વારા જાહેર કરાયાં છે. જેમાં અમલસાડ બેઠક પર ભારતીબેન પટેલ, બીગરી બેઠક પર મહેશભાઇ હળપતિ, દેવસર બેઠક પર પરિમલ પટેલ, ગણદેવા બેઠક પર શીલાબેન પટેલ, સરીબુજરંગ બેઠક પર નિકીતાબેન પટેલ, બારતાડ બેઠક પર અંબાબેન માહલા, ચાંપલધરા બેઠક પર હેમલતાબેન પટેલ, ઉનાઇ બેઠક પર સુમિત્રાબેન પટેલ, વાંદરવેલા બેઠક પર રેખાબેન ચૌધરી, વાંગણ બેઠક પર બાવજુભાઇ ગાયકવાડ, વાંસદા બેઠક પર શિવેનદ્રસિંહ સોલંકી, ખાંટાઆંબા બેઠક પર હરીશચંદ્ર ચૌધરી, ધેજ બેઠક પર સેજલબેન પટેલ, ખૂંધ બેઠક પર રમીલાબેન પટેલ, કુકેરી બેઠક પર પ્રકાશભાઇ પટેલ, માંડવખડક બેઠક પર શંકરભાઇ પટેલ, રૂમલા બેઠક પર નગીનભાઇ ગાંવિત, સાદકપોર બેઠક પર દીપાબેન પટેલ, સમરોલી બેઠક પર નિકુંજ પટેલ, વાંઝણા બેઠક પર પરેશ દેસાઇ, એરૂ બેઠક પર શંકરભાઇ રાઠોડ, મહુવર બેઠક પર અનીતાબેન રાઠોડ, ઓંજલ બેઠક પર બળવંતભાઇ હળપતિ, વેસ્મા બેઠક પર કુસુમબેન રાઠોડ, ખડસુપા બેઠક પર ગીતાબેન હળપતિ, સાતેમ બેઠક પર દર્શનાબેન પટેલ, સિસોદ્રા બેઠક પર વિનોદભાઇ પટેલ, સુપા બેઠક પર અરવિંદભાઇ પાઠક, આછવણી બેઠક પર સુમિત્રાબેન ગરાસીયા અને ખેરગામ બેઠક પર ભીખુભાઇ આહીર છે.