National

ચંદીગઢમાં હવે OBC વર્ગને મળશે 27% અનામત, કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય

ચંદીગઢ માટે મોટા સમાચાર આવ્યા છે. હવે અહીં રહેતા અન્ય પછાત વર્ગોના લોકો (OBC) ને સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં 27% અનામત મળશે. કેન્દ્ર સરકારે હરિયાણામાં લાગુ “પછાત વર્ગો (સેવાઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત) અધિનિયમ, 2016″ને ચંદીગઢમાં પણ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.

આ નવો નિયમ તા.5 ઓગસ્ટ, 2025થી અમલમાં આવી ગયો છે. મહત્વની વાત એ છે કે આ અનામત ફક્ત ‘ક્રીમી લેયર’ની બહારના OBC ઉમેદવારોને જ મળશે અને પાત્રતા કેન્દ્રીય OBC યાદીના આધારે નક્કી થશે.

છ વર્ષમાં તબક્કાવાર લાગુ થશે અનામત:

27% અનામત તુરંત લાગુ નહીં કરવામાં આવે, પરંતુ તેને છ વર્ષમાં તબક્કાવાર અમલમાં લાવવામાં આવશે.

પહેલા વર્ષે 3%

બીજું વર્ષ 4%

ત્રીજું વર્ષ 4%

ચોથું વર્ષ 5%

પાંચમું વર્ષ 5%

છઠ્ઠું વર્ષ 6%

આ રીતે કુલ 27% અનામત પૂર્ણ થશે.

71 OBC જાતિઓને મળશે લાભ:

આ નવા નિયમ અનુસાર, કુલ 71 OBC જાતિઓને આ અનામતનો લાભ મળશે. તેમાં આહીર/યાદવ, સૈની, નાઈ, ધોબી, મોચી, કુમ્હાર, લોહાન, વણકર, સુવર્ણકાર, ગડરિયા, પાલ, મલ્લાહ, કશ્યપ-રાજપૂત, ગુર્જર, મીના, લબાના, રામગઢિયા સહિત અન્ય જાતિઓનો સમાવેશ થાય છે.

સૂચનામાં “પછાત વર્ગ” શબ્દને બદલે “અન્ય પછાત વર્ગ (OBC)” શબ્દ ઉપયોગમાં લેવામાં આવ્યો છે.
આ નિર્ણયથી ચંદીગઢમાં રહેલા પછાત વર્ગોના વિદ્યાર્થીઓ અને નોકરી શોધતા યુવાનોને નવી આશા મળશે અને સામાજિક ન્યાયના દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Most Popular

To Top